ભારતમાં કોરોના વાઇરસના એક્ટિવ કેસની સંખ્યા આશરે ત્રણ મહિના પછી પ્રથમ વખત ઘટીને છ લાખથી નીચી રહી છે. હાલમાં એક્ટિવ કેસનું પ્રમાણ કુલ કેસના 7.35 ટકા છે. દેશમાં કોરોના કુલ કેસની સંખ્યા આશરે 80.88 લાખ થઈ છે.

છેલ્લાં 24 કલાકમાં 563 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને આશરે 1.21 લાખ થયો છે. અત્યાર સુધી આશરે 73.73 લાખ લોકો કોરોનાથી રિકવર થયા છે. ભારતના કોરોના વાઇરસ સામે મહત્ત્વનો સિમાસ્થંત્ર હાંસલ કર્યો હોવાનો દાવો કરીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે આઠ વાગ્યે અપડેટ કરેલા ડેટા અનુસાર દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા આશરે 5.94 લાખ છે.
છેલ્લાં 24 કલાકમાં દેશમાં 48,648 નવા કેસ નોંધાયા હતા, જ્યારે આશરે 57,386 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોનાના રાષ્ટ્રીય રિકવરી રેટ વધીને 91.15 ટકા થયો છે.