8.64 lakh candidates appeared for 3,437 Talati vacancies in Gujarat
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આણંદ જિલ્લાના મહુધાના કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર કોલેજની પરીક્ષામાં મોબાઈલ સાથે પકડાયા હતા. વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાની સોમવારના રોજ પરીક્ષાઓ શરૂ થઈ હતી ત્યારે મહુધાના કોંગ્રેસના ધારાસભ્ય મોબાઈલ સાથે પકડાતા તેમની સામે કોપી કેસ થયાની ચર્ચાઓ પણ વહેતી થઈ હતી. ધારાસભ્યએ ઉતાવળમાં ભૂલથી મોબાઈલ ખિસ્સામાં રહી ગયાનું જણાવી લુલો બચાવ કર્યો હતો.