એક દિવસમાં 86ના મોત

યુકેમાં કોરોનાવાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં આજે એક જ દિવસમાં 86નો વધારો થયો હતો અને મરનારા કમનસીબ લોકોની સંખ્યા 422 ઉપર પહોંચી ગઈ હતી. અધિકારીઓએ ઘોષણા કરી છે કે કટોકટી રોજે રોજ અંકુશથી બહાર જઇ રહી છે. લંડન નોર્થ વેસ્ટ યુનિવર્સિટી હેલ્થકેર એનએચએસ ટ્રસ્ટના 21 દર્દીઓના મૃત્યુ થયા હતા.

લંડનમાં એનએચએસના એક ટ્રસ્ટમાં 21 લોકોના મોત સહિત ઇંગ્લેન્ડમાં એક જ રાતમાં 83 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે સ્કોટલેન્ડમાં બે અને વેલ્સમાં એક વ્યક્તિનુ મરણ થયુ હતુ. ગઈકાલે રાત્રે નોર્ધર્ન આયર્લેન્ડમાં એક વધુ દર્દીનું મોત નીપજ્યું હતું. બ્રિટનમાં 8,000થી વધુ દર્દીઓને ચેપ લાગ્યો હોવાના અહેવાલો છે. પરંતુ સાચો આંકડો 400,000ની નજીક હોવાની સંભાવના છે તેમ વૈજ્ઞાનિકોએ જણાવ્યુ હતુ. બોરીસ જ્હોન્સને કોરોનાવાયરસના વ્યાપને રોકવા તા. 23ની રાતે જાહેર કરેલા લોકડાઉનને યુગોવ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં બ્રિટનના 93 ટકા લોકોએ ટેકો આપ્યો હતો. ફક્ત 4 ટકા લોકોએ તેનો વિરોધ કર્યો હતો.

દેશ મોત સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે આજે પોલીસ અધિકારીઓને યુકેના વેસ્ટ લંડનના વેસ્ટ હેમ્પસ્ટેડમાં, કોવેન્ટ્રીના ફોલેશિલ વિસ્તાર અને અન્ય સ્થળે બાર્બેક્યુ પાર્ટીઓને વિખેરવી પડી હતી. છૂટા છે. વડા પ્રધાને કહ્યું છે કે પોલીસ હિલચાલ પર કડક નિયંત્રણો લાગુ કરશે.

લોકડાઉન હોવા છતાં લંડનના ટ્યુબ નેટવર્ક પર કેટલીક ટ્રેનોમાં આજે સવારે ફરીથી ભીડ ઉમટી પડી હતી. લંડનના લોકોએ આજે ​​સવારે ફૂલપેક જઇ રહેલી ટ્રેન ને ટ્યુબની સેવાઓ નહિં વધારવા બદલ સાદિક ખાન સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. લોકોએ બિન જરૂરી મુસાફરી અંગે મુસાફરોને વાહિયાત સલાહ આપવા બદલ મેયર સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

લૉકડાઉન શરૂ થયા બાદ સુપરમાર્કેટ વેબસાઇટ્સ ક્રેશ થઈ ગઈ હતી અને ડિલિવરી સ્લોટ્સ અઠવાડિયા સુધી બુક થઇ ગયા હતા.

રોકાણકારોએ વડા પ્રધાનના પગલાં પર વિશ્વાસ દર્શાવતા એફટીએસઇ 100 એ તા. 24ના રોજ 4 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો.

યુકેમાં ક્યાં કેટલા મૃત્યુ નોંધાયા

સ્થાન            મૃત્યુ

લંડન            102

સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડ  50

સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડ  14

નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડ    26

નોર્થ ઇસ્ટ અને યોર્ક્સ         11

મિડલેન્ડ્સ     47

ઇસ્ટ એન્ગલીઆ       7

નોર્ધર્ન આયર્લેન્ડ      3

વેલ્સ            18

સ્કોટલેન્ડ       16

બ્રિટન કુલ     422    8,077

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું હતુ કે ‘’હવે કોરોનાવાયરસ સામેની લડતમાં ઘર ‘ફ્રન્ટ લાઇન’ છે અને યુકેમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઘટાડવા માટે સૌને સાથે આવવા વિનંતી કરી છે. કોરોનાવાયરસનો ફેલાવો સમગ્ર વિશ્વમાં અને યુકેમાં ઝડપથી થઈ રહ્યો છે. લૉકડાઉનના નિયમોનુ પાલન કરવાના પગલાં એ સલાહ નથી પણ નિયમો છે અને પોલીસ દ્વારા તેનો કડક અમલ કરવામાં આવશે અને નિયમોનુ પાલન નહિ કરવા બદલ અમર્યાદિત દંડની જોગવાઇ છે. નવા લોકડાઉન નિયમોનો ભંગ કરનારા લોકોને પ્રારંભિક £ 30 નો દંડ કરવામાં આવશે અને જો તેઓ પૈસા નહીં ભરે તો કોર્ટમાં પહોંચી શકે છે.

અમે આ વાયરસને હરાવવા માટે એક મહાન રાષ્ટ્રીય પ્રયાસમાં રોકાયેલા છીએ, દરેક વ્યક્તિ પાસે હવે જીવન બચાવવા અને એનએચએસનું રક્ષણ કરવાની શક્તિ છે. ઘર હવે ફ્રન્ટ લાઇન છે. આ રાષ્ટ્રીય પ્રયત્નમાં, સાથે મળીને કામ કરીને, અમે આ રોગને હરાવી શકીએ છીએ, દરેકને ભાગ લેવાનો ભાગ છે.’

મેટ હેનકોકે આજે એનએચએસને પ્રોત્સાહન આપવા અને મદદ કરવા 250,000 મજબૂત ‘વોલંટીયર આર્મી’ માટે ઝુંબેશ શરૂ કરી છે. એનએચએસના સરસામાનની ખરીદી, દવાઓ પહોંચાડવા અને તેમની સુરક્ષા માટે એક મિલિયન સ્વયંસેવકો જરૂરી છે. તાજેતરમાં નિવૃત્ત થયેલા એન.એચ.એસ. સ્ટાફના 11,788 જેટલા લોકો સેવામાં પાછા ફરી રહ્યા છે. જેમાં 2,660 ડોકટરો, 2,500થી વધુ ફાર્માસિસ્ટ અને 6,147 નર્સ સામેલ છે. આશરે 5,500 છેલ્લા વર્ષના મેડિકલના વિધાર્થીઓ અને 18,700 જેટલી છેલ્લા વર્ષની વિદ્યાર્થી નર્સો આવતા અઠવાડિયે સેવા માટે ‘ફ્રન્ટલાઈન પર જશે’.

કોરોનાવાયરસને કારણે સ્કોટલેન્ડ યાર્ડ પોલીસના દર પાંચમાંના એક અધિકારી અને કર્મચારી બીમાર છે અને આઇસોલેટ થયા છે. 19% પોલીસ, નાગરિક અને કોમ્યુનિટી પોલીસ અધિકારીઓ કામ કરી શકતા નથી. મેટ પોલીસના 31,000 અધિકારીઓમાંથી 2,100 અધિકારીઓ કજા પર છે.