અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં જો બિડેનને વિજય થયો છે, પરંતુ હજુ રશિયા, ચીન સહિતના ઘણા દેશોએ બિડેનને અભિનંદન આપ્યા નથી. આ દેશો સત્તાવાર જાહેરાતની રાહ જોઇ રહ્યાં છે. ચીનને સોમવારે બિડેનને અભિનંદન આપવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે ચૂંટણીનું હજુ સત્તાવાર પરિણામ આવ્યું નથી. રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુટિન પણ વિજેતાને અભિનંદન આપતા પહેલા સત્તાવાર રિઝલ્ટની રાહ જોઇ રહ્યાં છે, એમ સોમવારે ક્રેમલિને જણાવ્યું હતું.

મેક્સિકોના પ્રેસિડન્ટ મેન્યુઅલ લોપેજ ઓબ્રેડરે ટ્રમ્પનો સાથ આપતા કહ્યું કે જ્યાં સુધી કાનૂની લડાઇ પુરી નહીં થાય ત્યાં સુધી તેઓ બિડેનને શુભેચ્છા નહીં આપે. અમે કોઇ ઉતાવળ કરવા નથી માંગતા. બ્રાઝિલના પ્રેસિડન્ટ જૈર બોલ્સોનારો પણ આ ચૂંટણીના પરિણામોને લઇને ચૂપ છે. ચૂંટણી પહેલા બોલ્સોનારો એ ટ્રમ્પને સમર્થન આપ્યું હતું. તૂર્કીના પ્રેસિડન્ટ રિસેપ એર્ડોગન પણ હજુ સુધી જો બિડેનની જીત ઉપર એક શબ્દ પણ બોલ્યા નથી