) (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

કોરોના મહામારી વચ્ચે કોવિડ-ગાઇડન્સના પાલન સાથે રાજ્યના લોકોએ ઉત્તરાયણની હર્ષભેર ઉજવણી કરી હતી. ઉત્તરાયણના દિવસે પવન પણ સાનુકૂળ રહેતા પતંગબાજોના ઉત્સાહમાં અનેક ઘણો વધારો થયો હતો. આ ઉપરાંત મોટાંભાગના વિસ્તારોમાં વધુ ઠંડી પણ ન હતી અને આકાશ સ્વચ્છ રહ્યું હતું. તેથી લોકોએ કોઇ પ્રતિકૂળતા વગર ઉત્તરાયણની ઉજવણી થઇ શકશે.

કોરોના મહામારીને કારણે સરકારે ગાઇડલાઇન્સનું પાલન થાય તે માટે પોલીસ અને ડ્રોનની મદદ લીધી હતી. ગુજરાતના લોકો માટે મ્યુઝિક સિસ્ટમ વગર ઉત્તરાયણ થોડી નીરસ રહી હતી. જોકે કાપ્યો છેની બૂમો વચ્ચે લોકોએ પતંગ ઉડાડીને એકબીજાના પતંગ કાપવાની મજા માણી હતી.

જોકે સરકારે ઉત્તરાયણના દિવસે ધાબા પર લાઉડસ્પીકર, ડીજે કે બીજા મ્યુઝિક પર પ્રતિબંધ મૂક્યો હોવાથી આ વખતે મ્યુઝિકની ખોટ વર્તાઈ હતી. લોકો ઘરના અને ફ્લેટના ધાબા પર ડીજે કે પછી સાઉન્ડ સિસ્ટમ ગોઠવીને સંગીત સાથે પતંગ ચગાવતા હોય છે પરંતુ કોરોના ગાઈડલાઈન્સના કારણે આ વખતે મ્યૂઝિક વગાડવા પર પ્રતિબંધ હતો.