પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના શિકાગો એરપોર્ટ ઓથોરિટીએ 3200 વિયાગ્રા ટેબલેટ સાથે એક ભારતીયની ધરપકડ કરી હતી. ભારતીય મુસાફર 3200 વિયાગ્રા પિલ્સ ગેરકાયદેસર લઇ જઇ રહ્યો હતો. જેની કિંમત આશરે 96,000 ડોલરની હતી. આ વ્યક્તિ ભારતથી અમેરિકા આવ્યો હતો.

ધરપકડ કરાયેલા ભારતીય નાગરિકની શિકાગો એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઓળખ જાહેર કરવામાં આવી ન હતી. 3200 વિયાગ્રા પિલ્સ સાથે ભારતીય નાગરિક અમેરિકાના શિકાગો એરપોર્ટ પર પહોંચ્યો હતો. સ્કેનિંગ દરમિયાન તેની બેગમાં વિયાગ્રા ટેબલેટનો મોટો જથ્થો હોવાનો ખુલાસો થયો હતો. જે પછી એરપોર્ટ ઓથોરિટીએ તેની ધરપકડ કરી લીધી હતી.

એરપોર્ટ ઓથોરિટી દ્વારા અપાયેલી માહિતી મુજબ ભારતીય નાગરિક આટલા મોટા પ્રમાણમાં વિયાગ્રા પિલ્સ અમેરિકા કેમ લાવ્યો તેનો કોઇ ખુલાસો આપી શક્યો ન હતો. આરોપીએ માત્ર એટલી જ સ્પષ્ટતા કરી હતી કે ભારતથી વિયાગ્રા પિલ્સ તેના મિત્રો માટે લાવ્યો હતો. દરેક વિયાગ્રા ટેબલેટ 100mg પાવરની હતી.