ભારતનું પ્રથમ સી-પ્લેન સાબરમતી નદીમાં લેન્ડ થયું તે સમયની તસવીર (PTI Photo)

સ્પાઇસજેટે બુધવારે જાહેરાત કરી હતી કે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાા ખાતેના સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે દરરોજ બે સી-પ્લેન ફ્લાઇટનું ઉડ્ડયન કરશે. આ સી-પ્લેન સર્વિસિસનો પ્રારંભ શનિવારથી થશે.

એરલાઇનને જણાવ્યું હતું કે ઉડાન સ્કીમ હેઠળ સી-પ્લેનનું વન-વે ભાડુ 1,500 રૂપિયા રહેશે અને 30 ઓક્ટોબર 2020થી www.spiceshuttle.com પરથી ટિકિટનું બુકિંગ થઈ શકશે. આ ફ્લાઇટનું સંચાલન સ્પાઇસજેટની પેટાકંપની સ્પાઇસ શટલ કરશે. દરેક ફ્લાઇટનો સમયગાળો 30 મિનિટ રહેશે. વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે સી-પ્લેન સર્વિસનું ઉદ્ઘાટન કરશે. સ્પાઇસ જેટ આ ફ્લાઇટ માટે 15-સીટર ટ્વિન ઓટ્ટર 300 એરક્રાફ્ટનો ઉપયોગ કરશે.