તા. ૧૭ એપ્રિલના રોજ હેરો સ્થિત ઇન્ટનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર – હિન્દૂ મંદિરમાં ડ્યુક ઑફ એડિનબરા પ્રિન્સ ફિલિપને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

સંસ્થાના સંસ્થાક શ્રી રાજરાજેશ્વર ગુરુજીની સાથે હૅરોના મેયર કાઉન્સિલર નતીન પારેખ, સંસદ સભ્ય પદ્મશ્રી  બોબ  બ્લેકમેન, ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ BJPના સ્થાપક પમુખ લાલુભાઈ પારેખ, ગુજરાતી ઈન યુકેના સભ્યો શરદભાઈ પરીખ, મહેન્દ્રસિંહ જાડેજા, પ્રવીણભાઈ અમીન, અનિતાબેન રૂપારેલિયા અને સંજયભાઈ જગતીયાએ ઉપસ્થિત રહી પ્રાર્થના કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.