(ANI Photo)

બિલ્કીસ બાનો રેપ કેસના 10 દોષિતોએ આત્મસમર્પણ માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ સમય માંગ્યો હતો. ગુજરાત સરકારે કુલ 11 દોષિતોને વહેલા મુક્ત કર્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કરીને તેમને 21 જાન્યુઆરી સુધી જેલમાં પરત મોકલવાનો આદેશ આપ્યો છે. આ દોષિતોએ કુટુંબમાં લગ્ન, આશ્રિત માતાપિતા અને ખેતીની સિઝન જેવા કારણો રજૂ કર્યા છે.

સુપ્રીમ કોર્ટે દોષિતોમાંથી ત્રણ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓને સૂચિબદ્ધ કરવા સંમત થઈ હતી. વરિષ્ઠ વકીલ વી ચિતામ્બરેશે પીટીશનમાં વહેલી સુનાવણીની માંગ કરી હતી કારણ કે આત્મસમર્પણની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી છે.

8 જાન્યુઆરીના રોજ એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર કરનાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરનાર 11 લોકોને માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો  ન્યાયાધીશોએ 2022માં સ્વતંત્રતા દિવસ પર મુક્ત કરાયેલા દોષિતોને 22 જાન્યુઆરી પહેલા આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.

LEAVE A REPLY

4 × five =