વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટના ઊંચા તિબેટી ઢોળાવ પર બરફના તોફાનને કારણે કેમ્પસાઇટ્સમાં લગભગ 1,000 પર્વતારોહકો ફસાયા હતાં. તેમની બચાવવાના પ્રયાસો ચાલુ કરાયા હતા. બચાવકર્તાઓએ રવિવાર સુધીમાં 350 ટ્રેકર્સને કુદાંગના નાના ટાઉનશીપમાં સુરક્ષિત રીતે પહોંચાડ્યાં હતું અને 200થી વધુ ટ્રેકર્સ સાથે સંપર્ક કર્યો હતો.
૪,૯૦૦ મીટરથી વધુ ઊંચાઈ પર આવેલા આ વિસ્તારમાં બરફ જામી ગયો હતો અને તેને સાફ કરવા માટે સેંકડો સ્થાનિક ગ્રામજનો અને બચાવ ટીમોને તૈનાત કરાઈ હતી. સ્થાનિક મીડિયાને ટાંકીને બીબીસીએ અહેવાલ આપ્યો હતો કે કેટલાક પ્રવાસીઓને પહેલાથી જ બચાવી લેવામાં આવ્યા છે.શુક્રવારે સાંજે ભારે હિમવર્ષા શરૂ થઈ હતી અને તિબેટમાં માઉન્ટ એવરેસ્ટના પૂર્વીય ઢોળાવ પર તે વધુ તીવ્ર બની હતી.માઉન્ટ એવરેસ્ટ, જેને ચીનમાં માઉન્ટ ક્મોલાંગમા કહેવામાં આવે છે, તે ૮,૮૪૯ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતું વિશ્વનું સૌથી ઊંચું શિખર છે.
