પ્રતીકાત્મક તસવીર

ભારતની ટેક્સ ઓથોરિટી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ આધાર કાર્ડ સાથે લિન્ક કરવામાં આવ્યાં નથી તેવા આશરે ૧૧.૫ કરોડ પાન કાર્ડ કર્યાં છે. રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ થયેલી એક અરજીના જવાબમાં સીબીડીટી દ્વારા જણાવાયું હતું કે, નિર્ધારિત સમયમર્યાદામાં આધાર સાથે લિંક નહીં કરવાને કારણે ૧૧.૫ કરોડ પાન કાર્ડ ડિએક્ટિવેટ કરાયા છે.

આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાની મુદત ચાલુ વર્ષે ૩૦ જૂન સુધીની હતી. ભારતમાં કુલ ૭૦.૨૪ કરોડ પાન કાર્ડધારકો છે, જેમાંથી ૫૭.૨૫ કરોડ લોકોએ આધાર સાથે પાન કાર્ડ લિંક કર્યા છે અને આશરે ૧૩ કરોડ લોકોને પાન કાર્ડ લિંક કરવાના બાકી છે. જેમાંથી ૧૧.૫ કરોડ લોકોના પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવાયા છે. ૧ જુલાઇ, ૨૦૧૭ પછી જેમને પાન કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા હોય તેમનું આધાર કાર્ડ સાથેનું લિન્કિંગ આપમેળે થઈ ગયું છે, પણ એ પહેલાં ઇશ્યૂ કરાયેલા પાન કાર્ડને આવકવેરા કાયદાની કલમ ૧૩૯એએ પેટાકલમ (૨) હેઠળ આધાર સાથે મેન્યુઅલી લિંક કરવા જરૂરી છે.

 

LEAVE A REPLY

18 − 10 =