પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ગામની ‘નચિકેતા વિદ્યા સંસ્થાન’ નામની નિવાસી સ્કૂલમાં 12 વિદ્યાર્થીઓને ડામ આપવામાં આવ્યા હતા. પોલીસે સ્કૂલના વહીવટદાર સામે ફરિયાદ દાખલ કરીને તપાસ ચાલુ કરી હતી. વિદ્યાર્થીઓ સવારે વહેલા ન ઉઠ્યા હોવાથી તેમને ડામ આપવામાં આવ્યા હોવાનો આરોપ છે.

એક અધિકારીએ જણાવ્યું કે, ખેરોજ પોલીસ સ્ટેશનમાં નચિકેતા વિદ્યા સંસ્થાનના સંચાલક રણજિત સોલંકી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ હુમલા અને અન્ય ગુનાનો કેસ 10 વર્ષના વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે દાખલ કરવામાં આવ્યો હતો. એવો આક્ષેપ છે કે સોલંકીએ લગભગ બે મહિના પહેલા ફરિયાદીના પુત્ર અને અન્ય 11 વિદ્યાર્થીઓને સ્ટીલના ગરમ ચમચીથી ડામ આપ્યા હતા. તેની ધરપકડ કરવાની બાકી છે.”

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સમાંતર તપાસમાં બહાર આવ્યું છે કે તે શાળા નથી પરંતુ બિન-નોંધાયેલ ‘ગુરુકુળ’ છે, જેમાં વિદ્યાર્થીઓને ઉપનિષદ, રામાયણ અને વેદ શીખવવા માટે ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્ટેલની સુવિધા છે

 

LEAVE A REPLY

19 − seven =