તાજીયા જુલુસમાં 15 લોકોને વીજ કરન્ટ લાગ્યો
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

જામનગરમાં મુસ્લિમ સમુદાયના લોકોએ મોહરમનો પ્રસંગે કાઢેલા તાજીયા જુલુસમાં ઓછામાં ઓછા 15 લોકોને વીજ કરન્ટ લાગ્યો હતો, જ્યારે બે લોકોના મોત થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

વીજ કરંટની ઘટના બાદ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં આસીફ મલિક (23) અને મોહંમત વાહિદ પઠાણ (20)ના મોત થયા હતા. આ બંને મૃતકો જામનગરના ધારાનગર વિસ્તારના રહેવાસી હતી.

આ ઘટનાના જામનગરના ધરાનગર-2 ટેકરી વિસ્તારમાં તાજીયા જુલુસ દરમિયાન બની હતી. આ દુઃખદ ઘટના બાદ મૃતકોના પરિવારોમાં માતમ છવાયો હતો. મોહરમનો તહેવાર હોવાથી જુલુસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મોડી સાંજે જાહેર ચોકમાં જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલુસ દરમિયાન ઉમટેલા લોકોને ક્યાંકથી વીજ વાયર અડી ગયો હતો.