ISPR/Handout via REUTERS File Photo

યુદ્ધવિરામ હોવા છતાં પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં કરેલી એરસ્ટ્રાઇકમાં 3 સ્થાનિક ક્રિકેટરો સહિત આશરે 17 લોકોના મોત થયાં હતાં. પાકિસ્તાને પક્તિકા પ્રાંતમાં ત્રણ સ્થળોએ બોમ્બમારો કર્યો હતો. અફઘાનિસ્તાને પાકિસ્તાન પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાનના આવા હુમલાથી શનિવારે યોજાયેલી દોહા મંત્રણાના બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા હતાં.

ત્રણ સ્થાનિક ક્રિકેટરોના મોત પર શોક વ્યક્ત કરતા અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ જણાવ્યું હતું કે આ હૃદયદ્રાવક ઘટનામાં ઉર્ગુન જિલ્લાના 5 અન્ય સાથી દેશવાસીઓ સાથે ત્રણ ખેલાડીઓ (કબીર, સિબઘાતુલ્લાહ અને હારૂન) શહીદ થયાં હતાં અને સાત અન્ય ઘાયલ થયાં હતાં. ખેલાડીઓ અગાઉ એક મૈત્રીપૂર્ણ ક્રિકેટ મેચમાં ભાગ લેવા માટે પક્તિકા પ્રાંતની રાજધાની શરણામાં ગયા હતાં. ઉર્ગુન ઘરે પરત ફર્યા પછી તેમને એક મેળાવડા દરમિયાન નિશાન બનાવવામાં આવ્યા હતાં ક્રિકેટરોની હત્યાને પગલે ACBએ પાકિસ્તાનમાં આગામી મહિનાથી રમાનારી ત્રિકોણીય T20I શ્રેણીમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. 17થી 29 નવેમ્બર દરમિયાન રાવલપિંડી અને લાહોરમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને શ્રીલંકા ટકરાવવાનાં હતાં.

તાલિબાન અધિકારીઓએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં થયેલા તાજા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાં હતાં. પાકિસ્તાને પક્તિકા પ્રાંતમાં ત્રણ સ્થળોએ બોમ્બમારો કર્યો હતો.
આશરે એક સપ્તાહની હિંસક અથડામણ પછી બંને દેશો દોહામાં મંત્રણા પૂરી ન થાય ત્યા સુધી 48 કલાકનો યુદ્ધ વિરામ

લંબાવવા માટે સંમત થયા હોવાનો અહેવાલ હતો. પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ પહેલાથી જ દોહા પહોંચી ગયું છે, અને અફઘાનનું એક પ્રતિનિધિમંડળ શનિવારે દોહા પહોંચે તેવી ધારણા હતાં.અફઘાન સરહદ નજીક થયેલા એક ઘાતક આત્મઘાતી હુમલામાં પાકિસ્તાનના 7 સૈનિકોના મોત અને 13 અન્ય ઘાયલ

થયાના કલાકો પછી યુદ્ધવિરામ લંબાવવામાં આવ્યો હતો. પાકિસ્તાને જણાવ્યું હતું કે એક આતંકવાદીએ ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં વિસ્ફોટકોથી ભરેલું વાહન સીમા દિવાલ સાથે અથડાવ્યું હતું અને બે ત્રાસવાદીઓ મિલિટરી કેમ્પમાં ધુસવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં છ ત્રાસવાદીઓના પણ મોત થયા હતાં. અફઘાન તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે પાકિસ્તાન કોઇ હુમલા ન કરે ત્યાં સુધી યુદ્ધવિરામ જાળવવાનો લશ્કરી દળોને આદેશ અપાયો છે.

બીજી તરફ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધુ હિંસક બન્યો છે ત્યારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે પાકિસ્તાન-અફઘાન વચ્ચેના સંઘર્ષનો ઉકેલ લાવવાનું તેમના માટે સરળ છે. જો તેમણે ઉકેલ લાવવો પડશે તો તેઓ સરળતા આ સંઘર્ષનો ઉકેલ લાવી દેશે. યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સકી સાથે દ્વિપક્ષીય લંચ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે આ દાવો કર્યો હતો.

 

LEAVE A REPLY