(PTI Photo/Shashank Parade)

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતે સપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું હતું. બીજા દિવસની રમતને અંતે ભારતે 286 રનની સરસાઈ હાંસલ કરી હતી. રમતને અંતે ભારતે પાંચ વિકેટે 448 રન બનાવ્યાં હતાં. વેસ્ટ ઇન્ડિયની ટીમ પ્રથમ ઇનિંગમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

કે એલ રાહુલ ૧૯૭ બોલમાં ૧૦૦, ધ્રુવ જુરેલ ૨૧૦ બોલમાં ૧૨૫ રન અને રવિન્દ્ર જાડેજા ૧૭૮ બોલમાં ૧૦૪ રન બનાવ્યાં હતાં. વેસ્ટ ઇન્ડીઝની બોલિંગ નબળી રહી હતી અને મેદાન પર ઉર્જાનો અભાવ હતો જેના કારણે ભારત વિરોધી ટીમ પર પોતાનો દબદબો મજબૂત કરી શક્યું હતું. ભારતે ૧૨૮ ઓવરમાં ૩.૫૦ રન પ્રતિ ઓવરની ઝડપે બનાવ્યા હતા જે ભૂતકાળના ટેસ્ટ ક્રિકેટની યાદ અપાવે છે, પરંતુ ૪૫ ચોગ્ગા અને આઠ છગ્ગા પણ વાગ્યાં હતાં. પાંચ છગ્ગા પાંચ જાડેજાએ ફટકાર્યા હતા

રાહુલે ડિસેમ્બર 2016 પછી બીજી સદી ફટકારીને ઘરઆંગણે સદીના દુકાળનો અંત લાવ્યો હતો, જ્યારે જુરેલે તેની છઠ્ઠી ટેસ્ટમાં તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. જાડેજા છેલ્લી છ ટેસ્ટમાં પોતાનો સાતમો સ્કોર ૫૦થી વધુ બનાવ્યો હતો, જેમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પછી બે સદીનો સમાવેશ થાય છે, તેને આ ફોર્મેટમાં પોતાની છઠ્ઠી સદી ફટકારી હતી. જુરેલ અને જાડેજાએ પાંચમી વિકેટ માટે ૨૦૬ રનની ભાગીદારી નોંધાવી હતી.

પ્રથમ દિવસે વેસ્ટ ઈન્ડિઝની ટીમ  44.1 ઓવરમાં માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રમતના અંતે ભારતે બે વિકેટ ગુમાવીને 121 રન નોંધાવ્યા હતાં. સ્ટમ્પ્સ સમયે કેએલ રાહુલ ૫૩ રન  અને શુભમન ગિલ ૧૮ રન સાથે ક્રીઝ પર અણનમ હતાં. ભારતના ઝડપી બોલરો મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહે  સાત વિકેટ ઝડપી હતી. સિરાજે ચાર વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહે ત્રણ વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે પણ બે વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી હતી

LEAVE A REPLY