પ્રતિકાત્મક તસવીર (istockphoto)

આગામી 6થી 8 મહિનામાં વિશ્વની 20 બ્રાન્ડ ભારતમાં એન્ટ્રી કરવા માટે સજ્જ છે. મહામારી પહેલાના સમયગાળામાં ભારતમાં સરેરાશ ધોરણે 10 વિદેશી બ્રાન્ડ પ્રવેશ કરતી હતી 

કન્સલ્ટન્સી કંપની CBRE ખાતે ભારત, મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાના સંશોધન વડા અભિનવ જોશીએ જણાવ્યું હતું કે વૈશ્વિક બજારોમાં નરમાઇ અને મંદીની ચિંતા જોવા મળી રહી છે, જે રિટેલ સેન્ટિમેન્ટને નુકસાન પહોંચાડી રહી છે. તેનાથી વિપરીત, ખાદ્ય ફુગાવાના દબાણ છતાં ભારતમાં રિટેલ સેન્ટિમેન્ટ ઉત્સાહિત છે. જેમ જેમ તહેવારોની સિઝન નજીક આવશે તેમ બિન-આવશ્યક શ્રેણીઓમાં ખર્ચ પણ વધશે.  

આગામી થોડા ક્વાર્ટરમાં ભારત-પ્રવેશ પર નજર રાખનારા નામોમાં ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ રોબર્ટો કેવલ્લી, અમેરિકન સ્પોર્ટસવેર અને ફૂટવેર બ્રાન્ડ ફૂટ લોકર, અરમાની કાફે, બ્રિટિશ લક્ઝરી બ્રાન્ડ ડનહિલ, દુબઈની બ્રાન્ડ્સ ફોર લેસ જેવા લેબલનો સમાવેશ થાય છે.  

આ ઉપરાંત  ચાઈનીઝ બ્રાન્ડ શીન, મેઈસન ડી કોચર ફ્રોમ વેલેન્ટિનો, સ્પેનિશ લક્ઝરી બ્રાન્ડ બાલેન્સિયાગા, યુકે સ્થિત બુટિક કેફે EL&N, પેરિસની ગેલેરી લાફાયેટ, કિયાબી, માવી, દામાત, તુડબા ડેરી, અવ્વા , બૂહૂમન અને મિસ પોઈમનો પણ સમાવેશ થાય છે. રિલાયન્સ અને આદિત્ય બિરલા જેવા મોટા જૂથો વિદેશી બ્રાન્ડો સાથે ભાગીદારી માટે આગળ આવ્યા છે. 

LEAVE A REPLY

14 − ten =