(File photo) (ANI Photo)

વિશ્વવિખ્યાત મેગેઝિન ફોર્બ્સે 2024 માટે જાહેર કરેલી વિશ્વના અબજોપતિઓની યાદીમાં આ વર્ષે ભારતના 200 ધનિકોનો સમાવેશ કરાયો હતો. ગયા વર્ષે આ યાદીમાં 169 ભારતીયો હતો.  પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ ભારતીયોની કુલ સંપત્તિ 954 બિલિયન ડોલર છે, જે ગયા વર્ષની સરખામણીમાં 41 ટકાનો તાતિંગ વધારો દર્શાવે છે. ગયા વર્ષે આ યાદીમાં સામેલ 169 બિલિયોનેર્સની કુલ સંપત્તિ  $675 બિલિયન હતી.

ફોર્બ્સ વર્લ્ડની બિલિયોનેર્સ લિસ્ટ 2024 અનુસાર, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 2023ની $83 બિલિયનથી વધી $116 બિલિયન થઈ ગઈ છે. આની સાથે તેઓ પ્રતિષ્ઠિત $100 બિલિયન ક્લબ સ્થાન મેળવનારા એકમાત્ર એશિયન છે. અંબાણી પછી ગૌતમ અદાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ તરીકે બીજા સ્થાને છે, તેમની કુલ સંપત્તિ $84 બિલિયન છે. ભારતની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલે $33.5 બિલિયનની નેટવર્થ સાથે પોતાનું આ સ્થાન જાળવી રાખ્યું છે.

આ યાદીમાં પ્રથમ વખત સામેલ થયા હોય તેવા કેટલાંક ભારતીય બિલિયોનેર્સ છે. ઉદાહરણ તરીકે નરેશન ત્રેહાન 1.4 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે. નરેશ ત્રેહાન મેદાંતા હોસ્પિટલ ચેઇનના સ્થાપક છે. તેમણે 2007માં દિલ્હીમાં એક હોસ્પિટલ સ્થાપીને આ કંપનીની શરૂઆત કરી હતી. તેઓ મેદાન્તાના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ કાર્ડિયાક સર્જન છે. મેદાંતા હોસ્પિટલો  ઉત્તર ભારતમાં પાંચ હોસ્પિટલોમાં ધરાવે છે.

1.2 બિલિયન ડોલરની સંપત્તિ સાથે રમેશ કુન્હીકન્નનનો પણ સમાવેશ થયો છે. રમેશ કુન્હીકન્નન મૈસુર સ્થિત ઇલેક્ટ્રોનિક્સ કંપની કેનેસ ટેકનોલોજીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે. કેન્સની સ્થાપના 1989માં થઈ હતી અને તે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડને એસેમ્બલ કરવામાં નિષ્ણાત છે અને સમગ્ર ભારતમાં આઠ ફેક્ટરીઓ ચલાવે છે. કંપની ઓટોમોટિવ, એરોસ્પેસ અને તબીબી ઉદ્યોગોમાં વૈશ્વિક સ્તરે 350 ગ્રાહકોને સપ્લાય કરે છે.

રેણુકા જગતિયાની(નેટ વર્થ $4.8 બિલિયન છે. રેણુકા જગતિયાની લેન્ડમાર્ક ગ્રૂપના ચેરપર્સન અને સીઈઓ છે. આ કંપનીની  દુબઈમાં તેમના પતિ મિકી જગતિયાએ સ્થાપના કરી હતી. લેન્ડમાર્ક ગ્રૂપ 50,000થી વધુ લોકોને રોજગારી આપે છે.

નિખિલ મર્ચન્ટની નેટવર્થ $1 બિલિયન છે. નિખિલ મર્ચન્ટ સ્વાન એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર છેઆ કંપની તેલ અને ગેસ સંશોધન, પેટ્રોકેમિકલ્સ ટ્રેડિંગ, ટેક્સટાઇલ અને રિયલ એસ્ટેટ જેવા વિવિધ ક્ષેત્રોમાં સંકળાયેલી છે.

LEAVE A REPLY

five × 4 =