પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગત 2022ના વર્ષે અમેરિકામાં આપઘાતની સંખ્યા વિક્રમજનક સ્તરે પહોંચી હતી. ગત વર્ષે લગભગ 49,500 લોકોએ આપઘાત કર્યો હતો. આંકડાકીય માહિતી પ્રમાણે આ વર્ષે પ્રત્યેક એક લાખ લોકોએ 15 માણસોએ આપઘાત કર્યો હતો. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ અને પ્રિવેન્શનના વચગાળાના આ આંકડા છે. આખરી આંકડા હવે જાહેર થશે. બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત બાદથી અત્યાર સુધીનો આ આપઘાતનો દર સૌથી વધુ છે.નિષ્ણાતોનું આ મામલે કહેવું છે કે આપઘાત પાછળના કારણો ઘણાં સંકુલ હોય છે અને તાજેતરમાં આવી ઘટનાઓમાં વધારાના અનેક કારણ હોઈ શકે છે. લોકોમાં વધતું જતું ડિપ્રેશન અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓની મર્યાદિત ઉપલબ્ધતા પણ સામેલ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 10માંથી 9 અમેરિકનો કોઇને કોઇ માનસિક સમસ્યાથી પીડાય છે.

પરંતુ અમેરિકન ફાઉન્ડેશન ફોર સ્યુસાઈડ પ્રિવેન્શનમાં રિસર્ચના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ઝિલ હરકવી- ફ્રાઈડમેને કહ્યું કે ગનકલ્ચરની આ આપઘાતની ઘટનાઓ વધવામાં મોટી ભૂમિકા રહી છે. ગન વડે કરાયેલા આપઘાતના પ્રયાસ અન્ય રીતે કરાયેલા પ્રયાસોની તુલનાએ મૃત્યુનું વધુ કારણ બન્યા છે. બંદૂકોના વેચાણમાં પણ તેજી નોંધાઈ છે.

તાજેતરમાં જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના વિશ્લેષણમાં શરૂઆતના 2022ના ડેટાનો ઉપયોગ કરી ગણતરી કરાઈ કે દેશમાં બંદૂકના ઉપયોગના કરાયેલા આપઘાતનો દર ગત વર્ષે અત્યાર સુધીના ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયો છે. રિસર્ચરોએ નોંધ લીધી કે પહેલીવાર અશ્વેત કિશોરોમાં ગન વડે આપઘાત કરવાનો દર શ્વેત કિશોરોની તુલનાએ વધુ રહ્યો.સૌથી વધુ આપઘાતનો દર વૃદ્ધ-વયસ્કોમાં જોવા મળ્યો હતો. 45થી 64 વર્ષની વયના લોકોમાં મૃત્યુદર લગભગ 7% વધ્યો છે અને 65થી વધુ વયના લોકોમાં મૃત્યુદર 8%થી વધુ વધ્યો છે.

LEAVE A REPLY

1 × four =