ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વુમેન્સ વન ડે ઇન્ટરેશનલ સિરિઝ ભારતની ઝુલન ગોસ્વામી બેટિંગ કરી રહી છે. (Photo by Albert Perez/Getty Images)

ભારતની મહિલા ક્રિકેટ ટીમે આખરે ઓસ્ટ્રેલિયાની સળંગ ૨૬ વન-ડેની વિજયની કૂચ થંબાવી દઈ ત્રીજી અને શ્રેણીની છેલ્લી મેચમાં બે વિકેટે રોમાંચક વિજય હાંસલ કર્યો હતો. રવિવારે (26 સપ્ટેમ્બર) મેકેમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાના નવ વિકેટે ૨૬૪ના સ્કોર સામે ભારતે યાસ્તિકા ભાટિયા (૬૪) અને ઓપનર શેફાલી વર્મા (૫૬)ની અડધી સદીઓ તેમજ લો ઓર્ડરની લડત સાથે ૪૯.૩ ઓવરમાં ૮ વિકેટે ૨૬૬ રન કરી મેચ જીતી લીધી હતી.
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ ૨૯ ઓક્ટોબર, ૨૦૧૭ પછી પહેલી વખત વન-ડે મેચ હારી હતી.

ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન ડેમાં ભારતીય ટીમ જીતને આરે પહોંચી ગઈ હતી પણ ઝુલન ગોસ્વામીની મેચની છેલ્લી ઓવરમાં બે નો-બોલ થતાં ટીમ હારી ગઈ હતી. જો કે ઝુલને ત્રીજી વન-ડેમાં શાનદાર દેખાવ કરી અગાઉની મેચનો બદલો વાળી લીધો હતો. તેણે ૩૭ રનમાં ત્રણ વિકેટ
ઝડપી હતી અને વિજયી ચોગ્ગા સહિત ૭ બોલમાં અણનમ ૮ રન કર્યા હતા. તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થઈ હતી.