નકસલવાદથી પ્રભાવિત છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના અબુઝમાડના જંગલોમાં બુધવારે સવારે સુરક્ષા દળોએ 27 નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. 20 લોકોના મૃતદેહ અને હથિયારો મળ્યાં છે. મૃત નક્સલીઓમાં બસવા રાજુનો પણ સમાવેશ થાય છે. આ ગોળીબારમાં એક DRG (ડિસ્ટ્રિક્ટ રીઝર્વ ગાર્ડ) પણ સૈનિક શહીદ થયો છે. આ એન્કાઉન્ટર દંતેવાડા, નારાયણપુર અને બિજાપુર જિલ્લાની સરહદ પર ચાલી રહ્યું છે. પોલીસને બાતમી મળી હતી કે નક્સલવાદી પોલિટબ્યૂરોનો સભ્ય અને નક્સલવાદી સંગઠનનો જનરલ સેક્રેટરી બસવા રાજુ અબુઝમાડના બોટરમાં હાજર છે. આ માહિતીના આધારે ફોર્સ રવાના કરવામાં આવી હતી. સૈનિકો અબુઝમાડના બોટર પહોંચ્યા કે તરત જ નક્સલવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. રાજ્યના ગૃહ પ્રધાન વિજય શર્માએ પણ એન્કાઉન્ટર અંગે માહિતી આપી છે. તેમના મતે, ગોળીબારમાં એક સૈનિક ઘાયલ થયો છે. તેની હાલત ખતરાથી બહાર છે.

LEAVE A REPLY