Reliance Jio Platforms to buy US company Mimosa for $60 million
. (ANI Photo)

ભારતની કુલ જીડીપીની આશરે ત્રીજા ભાગની સંપત્તિ દેશના 284 બિલિયોનેર્સના હાથમાં છે. આ અબજોપતિની કુલ સંપત્તિ 10 ટકા વધીને રૂ.98 લાખ કરોડ થઈ ગઈ છે. ગુજરાતના અમદાવાદમાં મુખ્ય મથક ધરાવતા આ અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી છેલ્લાં એક વર્ષમાં સૌથી મોટા સંપત્તિ સર્જક બન્યાં હતા. તેમની સંપત્તિ રૂ.1 લાખ કરોડના ઉછાળા સાથે રૂ.8.4 લાખ કરોડ થઈ હતી, એમ હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ 2025માં જણાવાયું હતું.

ગુરુવારે જારી કરાયેલી આ યાદી મુજબ મુકેશ અંબાણી ફરીવાર ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. અંબાણી પરિવાર પાસે રૂ.8.6 લાખ કરોડની સંપત્તિ છે. જોકે તેમની નેટવર્થમાં ગયા વર્ષની સરખામણીમાં 13 ટકા એટલે કે એક લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. રૂ.8.4 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ગૌતમ અદાણી ભારતીય ધનિકોની યાદીમાં બીજા ક્રમે છે. તેમની સંપત્તિમાં 13%નો વધારો થયો છે.

ધનિકોની યાદીમાં IT કંપની HCLના રોશની નાદર ભારતમાં ત્રીજા જ્યારે વિશ્વમાં પાંચમા નંબરે છે. તેમની પાસે રૂ.3.5 લાખ કરોડની સંપત્તિ છે. રોશની નાદર વિશ્વની ટોચની 10 મહિલાઓમાં સ્થાન મેળવનારા પ્રથમ ભારતીય મહિલા છે. તેમના પિતા શિવ નાદરે તેમને HCLમાં 47% હિસ્સો આપ્યો છે.

સન ફાર્માના દિલીપ સંઘવી રૂ.2.5 લાખ કરોડની સંપત્તિ સાથે ચોથા સ્થાને, વિપ્રોના અઝીમ પ્રેમજી રૂ. 2.2 લાખ કરોડની સંપત્તિ સાથે પાંચમા સ્થાને, કુમાર મંગલમ બિરલા રૂ. 2 લાખ કરોડની સંપત્તિ સાથે છઠ્ઠા સ્થાને, સાયરસ પૂનાવાલા રૂ. 2 લાખ કરોડની નેટવર્થ સાથે છઠ્ઠા સ્થાને, બજાજ ઓટોના નીરજ બજાજ રૂ. 1.6 લાખ કરોડ સાથે આઠમા જ્યારે રવિ જયપુરિયા અને રાધાકિશન દમાણી રૂ. 1.4 લાખ કરોડ રૂપિયા સાથે સંયુક્ત રીતે નવમા ક્રમે છે. મુંબઈમાં અબજોપતિઓની સંખ્યા સૌથી વધુ 5 છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments