Sunak has a strong hold on the government
(Photo by Peter Summers/Getty Images)

માત્ર પાંચ દિવસ પહેલા સેલ્ફ એમ્પલોઇડ લોકો માટે ખોલવામાં આવેલી કોરોનાવાયરસ ગ્રાન્ટ્સ સ્કીમમાં બે-મિલિયનથી વધુ સેલ્ફ એમ્પલોઇડ લોકોએ અરજી કરી હતી જેની રકમ £6 બિલીયન થાય છે એવી જાહેરાત ચાન્સેલર ઋષી સુનકે હાઉસ ઓફ કોમન્સમાં કરી હતી. આ નવી યોજનાને પગલે સરકારની કોરોનાવાયરસ જવાબદારીઓમાં મોટો વધારો થશે અને નવા પ્રશ્નો ઉભા થશે.

ઑફિસ ફોર બજેટ રીસ્પોન્સીબીલીટીએ ગયા અઠવાડિયે સૂચવ્યું હતું કે સરકારનું દેવુ આ વર્ષે £300 બિલીયન પહોંચી જશે અને અર્થવ્યવસ્થા 300 વર્ષમાં ન જોઇ હોય તેવી મંદી તરફ ડૂબી જશે. માર્ચ મહિનાના બજેટમાં સુનિશ્ચિત આગાહીના ચાર વર્ષ પહેલાં, જાહેર દેવું આ મહિને £2 ટ્રીલીયન થઇ જશે તેવી ધારણા છે. સેલ્ફ એમ્પલોઇડ યોજના અંતર્ગત સરેરાશ માસિક નફાના 80 ટકા અને મહત્તમ £7,500 સુધીની ગ્રાન્ટ આપવામાં આવે છે.

શ્રી સુનકે કૉમન્સમાં જણાવ્યું હતું કે ‘’લોકો દાવો કરશે તેના છ કામના દિવસોમાં તેમના બેંક ખાતાઓમાં પૈસા જમા થઇ જશે અને હું આ યોજનાની સમીક્ષા કરીશ.’’

સરકારની ફર્લોની યોજના તેનાથી અલગ છે, જે અંતર્ગત સરકારે આશરે 7.5 મિલીયન નોકરીઓને આવરી લીધી છે અને એક મહિનામાં £10 બિલીયનથી વધુનો ખર્ચ થવાનો અંદાજ છે.