અમેરિકા સ્થિત ત્રણ વૈજ્ઞાનિકો જોન ક્લાર્ક, મિશેલ ડેવોરેટ અને જોન માર્ટિનિસને ઇલેક્ટ્રિક સર્કિટમાં મેક્રોસ્કોપિક ક્વોન્ટમ મિકેનિકલ ટનલિંગ અને ઊર્જા પરિમાણીકરણની શોધ” માટે ભૌતિકશાસ્ત્રમાં 2025નો નોબેલ પુરસ્કારની મંગળવારે જાહેરાત કરાઈ હતી. શાંતિ નોબેલ પ્રાઇઝની જાહેરાત શુક્રવારે થશે.
નોબેલ એકેડમીએ જણાવ્યું હતું કે આ વર્ષના ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કાર ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી, ક્વોન્ટમ કમ્પ્યુટર્સ અને ક્વોન્ટમ સેન્સર સહિત ક્વોન્ટમ ટેકનોલોજીની આગામી પેઢી વિકસાવવાની તકો પૂરી પાડી છે.
ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા આપવામાં આવે છે અને તેમાં કુલ 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન ($1.2 મિલિયન)ની ઇનામ રકમનો સમાવેશ થાય છે.ગયા વર્ષનો પુરસ્કાર યુએસ વૈજ્ઞાનિક જોન હોપફિલ્ડ અને બ્રિટિશ-કેનેડિયન જ્યોફ્રી હિન્ટનને મશીન લર્નિંગમાં સફળતા માટે મળ્યો હતો.
અગાઉના દિવસે ફિજિયોલોજી અથવા મેડિસિનના ક્ષેત્રમાં અમેરિકાની મેરી ઈ.બ્રંકો, ફ્રેડ રામ્સડેલ અને જાપાનના શિમોન સકાગુચીને તેમના પેરિફેરલ ઈમ્યુન ટોલરન્સ સંબંધિત અભૂતપૂર્વ સંશોધન નોબેલ પુરસ્કારની જાહેરાત કરાઈ હતી. આ અભ્યાસ શરીરની ઈમ્યુન સીસ્ટમને સમજવા વૈજ્ઞાનિક ક્રાંતિ સાબિત થયો છે જે રુમેટોઈડ આર્થરાઈટીસ, ટાઈપ-૧ ડાયાબીટીસ અને લ્યુપસ જેવી ઓટોઈમ્યુન બીમારીના ઈલાજમાં નવી દિશાઓ ખોલશે.
