વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ પહેલી વાર ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા ત્યારેની ફાઇલ તસવીર (Photo: X/Narendra Modi)

ગુજરાતના મુખ્યપ્રધાનથી લઇને દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ મંગળવાર, 7 ઓક્ટોબર 2025ના રોજ સત્તાના 25મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. સત્તાની સિલ્વર જુબિલિના પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે લોકોનું જીવન સુધારવું અને આ મહાન રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવું એ તેમનો સતત પ્રયાસ રહ્યો છે. આ પ્રસંગે તેમને દેશના લોકોનો આભાર માન્યો હતો અને ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેની જૂની વાતોનો વાગોળી હતી. મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ પહેલી વાર ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતાં અને પછી 2014માં વડાપ્રધાન બન્યાં હતાં.

તેમણે X પરની શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં નોંધ્યું હતું કે તેમણે 2001માં 7 ઓક્ટોબરે પહેલીવાર ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતાં. મારા સાથી ભારતીયોના સતત આશીર્વાદને કારણે હું સરકારના વડા તરીકે સેવા આપવાના મારા 25મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું. ભાજપે 2013માં તેમને 2014માં લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા ત્યારે દેશમાં વિશ્વાસ અને શાસનની કટોકટી હતી. તત્કાલીન યુપીએ સરકાર ભ્રષ્ટાચાર અને નીતિગત લકવાનો પર્યાય બની ગઈ હતી. ભારતને વૈશ્વિક વ્યવસ્થામાં એક નબળી કડી તરીકે જોવામાં આવતું હતું.પરંતુ ભારતના લોકોના શાણપણથી અમારા ગઠબંધનને પ્રચંડ બહુમતી મળી અને અમારા પક્ષને સંપૂર્ણ બહુમતી મળી, જે ત્રણ દાયકા પછી પહેલી વાર બની.ભારત હવે વિશ્વની સૌથી મોટી આરોગ્યસંભાળ અને સામાજિક સુરક્ષા યોજનાઓમાંની એકનું ઘર છે. ભારતીય ખેડૂતો નવીનતા લાવીને રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવે રહ્યાં છે, જ્યારે સરકાર સરકારે વ્યાપક સુધારા હાથ ધરીને તેને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૧ વર્ષોમાં, આપણે ભારતના લોકો સાથે મળીને કામ કર્યું છે અને ઘણા પરિવર્તનો હાંસલ કર્યા છે. આપણા અદભુત પ્રયાસોએ સમગ્ર ભારતમાં લોકોને, ખાસ કરીને આપણી નારી શક્તિ, યુવા શક્તિ અને મહેનતુ અન્નદાતાઓને, સશક્ત બનાવ્યા છે. ૨૫ કરોડથી વધુ લોકોને ગરીબીના ચુંગાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ભારત હવે મુખ્ય વૈશ્વિક અર્થતંત્રોમાં એક તેજસ્વી સ્થાન હાંસલ કરી રહ્યું છે.

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેની તેમની નિમણૂકને યાદ કરતા મોદીએ કહ્યું હતું કે તેમણે ખૂબ જ કસોટીભર્યા સંજોગોમાં કાર્યભાર સંભાળ્યો હતો કારણ કે રાજ્યમાં ભારે ભૂકંપ આવ્યો હતો અને લોકોની વેદના વધુ ખરાબ થઈ હતી કારણ કે તેઓ સુપર સાયક્લોન, સતત દુષ્કાળ અને રાજકીય અસ્થિરતાનો ભોગ બન્યા હતા. આ પડકારોએ લોકોની સેવા કરવાનો અને ગુજરાતનું પુનર્નિર્માણ કરવાનો સંકલ્પ વધુ મજબૂત બન્યો હતો.

LEAVE A REPLY