Most layoffs in technology sector in America in January:
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અગાઉના વર્ષની જેમ ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીએ 2024ની શરૂઆત નોકરીમાં કાપની સાથે કરી હતી. ચાલુ વર્ષે અત્યાર સુધી આશરે 32,000 ટેક કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી છે. છટણી કરનાર કંપનીમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન, સેલ્સફોર્સ ઇન્ક અને મેટા જેવી દિગ્ગજો કંપનીઓ સામેલ છે. આ ઇન્ડસ્ટ્રીમાં જોબકટ પર દેખરેખ રાખતી કંપની Layoffs.fyiએ જણાવ્યું હતું કે 122થી વધુ ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપે આશરે 32,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા.

વિશ્વમાં સ્ટાર્ટ-અપ સહિત ટેક કંપનીઓએ 2022 અને 2023માં આશરે 4.25 લાખ કર્મચારીઓની છટણી કરી હતી. ચાલુ વર્ષે 120થી વધુ નાની-મોટી કંપનીઓએ જાન્યુઆરી માસમાં છટણી કરી હતી જેમાં અમુક મોટી કંપનીઓ સામેલ છે. સ્નેપઇન્કે  પોતાના વર્કફોર્સમાં 10 ટકા એટલે કે 540 કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી હતી. ઝૂમ આશરે 150 કર્મચારીઓની છટણી કરી રહ્યું છે.

ઓનલાઇન પેમેન્ટ ગેટવે કંપની પેપાલે વર્કફોર્સના ઓછામાં ઓછા 9 ટકા એટલે કે આશરે 2500 કર્મચારીઓની છટણી કરવાની યોજના ઘડી છે. યુટ્યુબ ઓછામાં ઓછા 100 કર્મચારીઓની છટણી કરી રહ્યું છે. આ જ રીતે વીઇએમ સોફ્ટવેર 300 કર્મચારીઓને નોકરીમાંથી રવાના કરશે.

LEAVE A REPLY

seventeen + 11 =