(ANI Photo)

અયોધ્યા પછી કાશી અને મથુરામાં મંદિર-મસ્જિદ વિવાદનો આડકતરો ઉલ્લેખ કરતાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વિધાનસભામાં જણાવ્યું હતું કે અને આપણા કૃષ્ણ કન્હૈયા ક્યાં માને છે? કાશીમાં નંદી બાબા પણ કહે કે શા માટે રાહ જોવી જોઈએ.

અહીં ઉલ્લેખનીય અયોધ્યાને ભગવાન રામનું જન્મસ્થળ માનવામાં આવે છે, જ્યારે મથુરાને ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ માનવામાં આવે છે. વારાણસીમાં જ્ઞાનવાપી સ્થળને 12 જ્યોતિર્લિંગોમાંનું એક ગણવામાં આવે છે. સીએમએ આડકતરી રીતે અન્ય બે મંદિરોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રાજ્યપાલના સંબોધન પરની ચર્ચામાં ભાગ લેતા તેમણે મહાભારતની ઘટનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે અમે માત્ર ત્રણ સ્થાનો માંગ્યાં હતા. અન્ય પર કોઈ કોઇ વિવાદ ન હતો. લોકોએ અયોધ્યામાં ઉજવણી જોઈ, ત્યારે નંદી બાબાએ પણ કહ્યું કે તેમણે શા માટે રાહ જોવી જોઈએ. રાહ જોયા વિના તેમણે પણ રાત્રે બેરીકેટ્સ હટાવી દીધા હતાં. ભગવાન કૃષ્ણ પણ નિરાશ થનારા ન હતા. આપણા કૃષ્ણ કન્હૈયા ક્યાં માને છે?

નંદી બાબાનો ઉલ્લેખ વારાણસી જિલ્લા અદાલતના તાજેતરના આદેશના સંદર્ભમાં હતો, જેમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદમાં એક હિંદુ પૂજારીને ભોંયરામાં પૂજા કરવાની છૂટ આપવામાં આવી છે. તે જ રાત્રે જ કોર્ટના આદેશના થોડા કલાકોમાં સ્થાનિક વહીવટીતંત્રે ભોંયરામાં પ્રવેશ આપવા માટે બેરિકેડો દૂર કર્યા હતાં.

તાજેતરમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના રીપોર્ટમાં જણાવાયું છે કે જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ ઔરંગઝેબના શાસન દરમિયાન મંદિરના ધ્વંસ પછી કરવામાં આવ્યું હતું. મથુરામાં હિંદુ વકીલો પણ આવો જ દાવો કરે છે. હિન્દુ પક્ષનો દાવો છે કે શાહી ઇદગાહ મસ્જિદ ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ માનવામાં આવતી જગ્યા પર બનાવવામાં આવી હતી. મસ્જિદની બાજુમાં કૃષ્ણ મંદિર આવેલું છે.

 

LEAVE A REPLY

seven + eight =