39 Air Force bases in India will be used for civil aviation

ઇન્ડિયન એરફોર્સનાં 39 નવા એરબેઝ અને નવ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડનો નાગરિક ઉડ્ડયન સેવા માટે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એરપોર્ટમાં દેશના દૂરના સરહદી વિસ્તારોમાં સ્થિત એરપોર્ટ પણ સામેલ છે. એરફોર્સની આ પહેલને સરકારે સામાન્ય લોકો માટે એર સેવા સુગમ બનાવવા અને અંતરિયાળ વિસ્તારોમાં હવાઇ સેવા ઉપલબ્ધ બનાવવાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ યોજનાને સંરક્ષણ મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) મળીને અંતિમ સ્વરૂપ આપશે. એરફોર્સની પાસે અત્યારે કુલ 124 એરબેઝ છે, એમાં 60 પૂરી રીતે ઓપરેશનલ છે, જેનો નાગરિક ઉડ્ડયનની સાથે જ એરફોર્સ પણ ઉપયોગ કરશે. હજુ 23 એવા એરપોર્ટ છે, જેનો ઉપયોગ નાગરિક ઉડ્ડયન માટે અગાઉથી કરવામાં આવી રહ્યો છે, તેમાં ગોવા, ગોરખપુર, આદમપુર, દરભંગા, સરવાસા, કાનપુર, ઉત્તરલાઇ અને બાગડોગરા મુખ્ય છે.

LEAVE A REPLY

six + fourteen =