The construction of the Ram temple in Ayodhya will be completed in six months

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2023ની સમયમર્યાદા પહેલાં પૂર્ણ થઈ જશે તેવી સંભાવના છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીએ જણાવ્યું હતું કે મંદિરનું છ મહિનામાં એટલે કે સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે તેવી ધારણા છે.

ટ્રસ્ટની ઓફિસના ઇનચાર્જ પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે મંદિર નિયત તારીખનાં ત્રણ મહિનાં પૂર્ણ થઈ જશે. અમે તારીખને ત્રણ મહિના પહેલાં આગળ કરી છે તેથી મંદિરને સપ્ટેમ્બરમાં અંતિમ સ્વરૂપ મળી જશે.” ભગવાન રામનાં મંદિરનું ગર્ભગૃહ અષ્ટકોણ હશે. પ્રથમ તબક્કાનું 75 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. હવે માત્ર 167 થાંભલાનું કામ બાકી છે. મે-જૂન સુધીમાં છતનાં નિર્માણનું કામ શરૂ થઈ જશે. ગર્ભગૃહ સુધી પહોંચવાનાં 32માંથી 24 પગથિયાંનું નિર્માણ થઈ ચૂક્યું છે. ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, “મંદિરનું બાંધકામ નિયત સમય કરતાં વહેલું આગળ વધી રહ્યું છે. ટૂંક સમયમાં પવિત્ર ગર્ભગૃહનાં બીમ લગાડવાનું કામ શરૂ થશે.

મંદિરની છતનાં 200 બીમની કોતરણી કામ થઈ ગયું છે. ભક્તો રામ મંદિર ખુલવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ટ્રસ્ટના સભ્ય મહંત કમલ નારાયણ દાસે જણાવ્યું હતું કે, 2024માં મકરસંક્રાંતિ એટલે કે 14-15 જાન્યુઆરીનાં રોજ ભક્તો માટે મંદિરનાં દ્વાર ખોલવામાં આવશે. મંદિરના ભવ્ય પ્રારંભ માટેની ઉજવણી ડિસેમ્બર 2023માં જ શરૂ થઈ જશે. ઓગસ્ટ 2020માં મંદિરનાં નિર્માણનો પ્રારંભ થયો તે પછી પ્રથમવાર મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકાર શહેરમાં રામનવમીની ભવ્ય ઉજવણીનું આયોજન કરી રહ્યા છે.

LEAVE A REPLY

nineteen + seventeen =