મહામેળા

ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે સોમવાર, 1 સપ્ટેમ્બર ચાલુ થયેલા સાત દિવસના ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન આશરે 40.41 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં હતાં. ‘જય અંબે’ના નાદ સાથે પ્રારંભ થયો હતો અને ભારે વરસાદ હોવા છતાં ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો.

શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આ વર્ષે ગબ્બર રૂટ, અંબાજી મંદિર, પ્રવેશના ત્રણેય દ્વાર, 51 શક્તિપીઠ સર્કલ તેમજ માર્ગ ઉપર અને આસપાસના વિસ્તારમાં વિશેષ રોશની કરાઈ હતી. મુખ્ય મંદિરને સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સરકાર દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરી હતી.
અંબાજી મહા મેળામાં સૌ પ્રથમવાર ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરના રોજ રાતે 8.30 કલાકે 400 ડ્રોન મારફત ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું હતું.

સમગ્ર મેળા દરમિયાન મા અંબાના ગરબા અને મા અંબેના ‘બોલ માડી અંબે… જ્ય અંબે…’, ‘અંબાજી દૂર હૈ… જાના જરૂર હૈ ‘ના જય ઘોષ સાંભળવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓનું ઘોડાપુર હોવા છતાં તંત્ર દ્વારા મેળાની વ્યવસ્થા સુચારૂ રૂપ ચાલતી રહી હતી.

LEAVE A REPLY