Getty Images)

દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યાં છે, છેલ્લા કેટલાક દિવસોમાં દરરોજ આશરે 30 હજાર કોવિડ-19 સંક્રમિતો સામે આવી રહ્યાં હતા, હવે આ આંક઼ડો 50 હજારની નજીક પહોંચી ગયો છે. શનિવારે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 48,916 નવા કેસ સામે આવ્યા છે. આશરે 49 હજાર કેસ આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા 13,36,861 પર પહોંચી ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં 757 લોકોના મૃત્યુ થયા છે, ત્યારબાદ મૃતકોની સંખ્યા 31358 થઈ ગઈ છે. પરંતુ આ વાયરસથી સાજા થનારાની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધી 849432 લોકો આ વાયરસને માત આપીને સાજા થયા છે. પોઝિટિવિટી રેટ વધીને 11.62 ટકા પહોંચી ગયો છે તો રિકવરી રેટમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે, તે વધીને 63.53 ટકા થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં સ્થિતિ કઈ રીતે બગડી છે, તે આ રીતે સમજી શકાય છે

ભારતમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ પહોંચવામાં 110 દિવસનો સમય લાગ્યો પરંતુ 13 લાખનો આંકડો ક્રોસ કરવામાં 177. એટલે કે છેલ્લા બે મહિનામાં આશરે 12 લાખ નવા કેસ સામે આવી ચુક્યા છે. પરંતુ જાણકારોનું કહેવું છે કે આ સંખ્યા એટલા માટે વધી છે કારણ કે ભારતમાં પહેલાના મુકાબલે વધુ ટેસ્ટ થઈ રહ્યાં છે. જાણકારી પ્રમાણે 24 જુલાઈએ 4 લાખ 20 હજાર 898 ટેસ્ટ થયા છે અને અત્યાર સુધી કુલ 1,58,49,068 લોકોનો ટેસ્ટ થઈ ચુક્યો છે.

જો રાજ્યવાર આંકડા જોઈએ તો મહારાષ્ટ્રની સ્થિતિ ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં ત્યાં 9615 કેસ સામે આવ્યા છે. તો આંધ્ર પ્રદેશમાં 8147, તમિલનાડુમાં 6785, કર્ણાટકમાં 5007 અને ઉત્તર પ્રદેશમાં 2667 નવા કેસ સામે આવ્યા છે. મૃતકોના મામલામાં પણ મહારાષ્ટ્ર સૌથી આગળ છે. છેલ્લા 24 કલાકમાં ત્યાં 278 લોકોના મૃત્યુ થયા છે. કર્ણાટકમાં 108, તમિલનાડુમાં 88, ઉત્તર પ્રદેશમાં 59 અને આંધ્ર પ્રદેશમાં 49 લોકોના મૃત્યુ થયા છે.