ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા (ANI Photo)
આ વર્ષે ફિલ્મ અને ટીવી જગતના અનેક કલાકારોના છૂટાછેડા થવાના કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા. આ કલાકાર દંપતીઓએ તેમના વર્ષો જૂના લગ્નજીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો. એક દંપતીએ તો લગ્નના માત્ર ચાર મહિના પછી જ છૂટા પડીને લોકોને ચોંકાવ્યા હતા.
અદિતિ શર્મા-કૌશિક
અદિતિ શર્મા બોલીવૂડ અભિનેત્રી છે, તેણે મૌસમ અને લૅડિઝ વર્સિસ રિકી બહલ જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકા ભજવી હતી. તેણે શરૂઆતમાં પોતાના લગ્ન ચાહકોથી ગુપ્ત રાખ્યા હતા. પછી તેના અભિનેતા પતિ કૌશિકે લગ્નની વિગતો જાહેર કરી, ગંભીર આરોપો લગાવ્યા. અદિતિ શર્માએ 12 નવેમ્બર, 2024ના રોજ કૌશિક સાથે લગ્ન કર્યા, પરંતુ ચાર મહિનામાં જ આ દંપતીએ છૂટાછેડા લઈ લીધા હતા.
સેલિના જેટલી-પીટર હાગ
સેલિના જેટલીએ ગત મહિને મુંબઈની અંધેરી કોર્ટમાં તેના વિદેશી પતિ પીટર હાગથી છૂટાછેડા માટે અરજી કરી હતી. જેમાં તેણે પતિ પર ઘરેલુ હિંસા અને દુર્વ્યવહારનો આરોપ મૂક્યો હતો. આ વર્ષની શરૂઆતમાં, પીટરે ઓસ્ટ્રિયામાં છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી હતી. 2010માં લગ્ન કરનારા આ દંપતીને ત્યાં 2012માં ટ્વીન્સ બાળકોનો જન્મ થયો હતો. 2017માં, સેલિનાએ બીજા જોડિયા બાળકોને જન્મ આપ્યો, જેમાંથી એકનું જન્મજાત હૃદયની ખામીને કારણે અવસાન થયું હતું.
ધનશ્રી વર્મા-યજુવેન્દ્ર ચહલ
કોરિયોગ્રાફર અને રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’માં જોવા મળેવી ધનશ્રી વર્માએ ભારતીય ક્રિકેટર યજુવેન્દ્ર ચહલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 20 માર્ચ, 2025ના રોજ તેમણે લગ્ન જીવનનો અંત લાવતા છૂટાછેડા આપ્યાં હતા. મુંબઇના બાંદ્રાની ફેમિલી કોર્ટે પરસ્પર સંમતિથી તેમની સંયુક્ત અરજીને મંજૂરી આપી. ડિસેમ્બર 2020માં લગ્ન કરનાર આ દંપતી જૂન 2022થી જુદા રહેતા હતા. રિયાલિટીમાં શોમાં તેના અને અરબાઝ પટેલ વચ્ચે અણબનાવ સર્જાયો હતો.
શુભાંગી અત્રે-પીયૂષ પૂરે
જાણીતા ટીવી શો- ‘ભાભીજી ઘર પર હૈ’ની લોકપ્રિય અભિનેત્રી શુભાંગી અત્રે અને પીયૂષ પૂરેના લગ્ન 2૦૦3માં થયા હતા. 2૦૦5માં તેમને એક પુત્રી આશીનો જન્મ થયો હતો.  5 ફેબ્રુઆરીએ તેમના છૂટાછેડા થયા હતા અને બે મહિના પછી, એપ્રિલ ૨૦૨૫માં, પીયૂષ પૂરેનું લાંબી બીમારી બાદ લીવર સિરોસિસથી અવસાન થયું.
નીલ ભટ્ટ-ઐશ્વર્ય શર્મા
ટીવી કલાકાર દંપતી નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા છેલ્લા કેટલાક સમયથી તેમના છૂટાછેડાની અફવાઓને કારણે ચર્ચામાં છે. પરંતુ તેમના દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર થયું નથી. પરંતુ સૂત્રો કહે છે કે, તેઓ ટૂંક સમયમાં છૂટા પડશે. નીલ અને ઐશ્વર્યા પ્રથમવાર ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ સીરિયલમાં મળ્યા હતા. આ શો દરમિયાન જ તેઓ મિત્ર બન્યા અને પછી પ્રેમમાં પડ્યા. તેમણે એક વર્ષમાં લગ્ન કરી લીધા. ત્યાર પછી તે બંને ‘બિગબોસ-17’માં જોવા મળ્યા હતા.

LEAVE A REPLY