Getty Images)

ભારતમાં કોરોના વાઇરસના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 53669 કેસ સામે આવ્યા છે. જે સાથે જ કુલ કેસોનો આંકડો 3153434 પર પહોંચી ગયો છે. જ્યારે સામેપક્ષે 24 કલાકમાં જ 62467 લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે. બીજી તરફ વધુ 722 લોકોના મોત સાથે મૃત્યુઆંક 58335 પર પહોંચી ગયો છે.

અત્યાર સુધીમાં કુલ 2390033 લોકોને સાજા પણ કરી લેવામાં આવ્યા છે. જે સાથે જ સરકારના દાવા મુજબ દેશમાં રિકવરી રેટ 75.27 ટકાએ પહોંચી ગયો છે અને મૃત્યુદર પણ ઘટીને હવે 1.85 ટકાએ આવી ગયો છે. દરરોજ સરેરાશ આશરે 57469 લોકોને સાજા કરવામાં આવી રહ્યા છે. દેશભરમાં કોરોના ટેસ્ટિંગની ગતી પણ વધારી દેવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં જ 6 લાખથી વધુ લોકોને સાજા કરી લેવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3.6 કરોડ સેંપલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

જે એક્ટિવ કેસો છે તેની કરતા હવે રિકવરી ત્રણગણી વધી ગઇ છે અને તેથી જ એક સમયે જે મૃત્યુદર ત્રણ ટકા જેટલો હતો તે હવે ઘટીને 1.85 ટકાએ પહોંચી ગયો છે. હવે પ્રતિ દસ લાખની વસતીએ 26016 લોકોનો કોરોના ટેસ્ટ થઇ રહ્યો છે તેથી દરરોજ 50 હજારથી વધુ કેસો સામે આવવા લાગ્યા છે અને મોટી સંખ્યામાં લોકો સાજા પણ થવા લાગ્યા છે. બીજી તરફ દવાના સંશોધન માટે પણ સરકારે પગલા ભરવાનું શરૂ કરી દીધુ છે અને આ માટે આશરે ત્રણ હજાર કરોડ રૂપિયા અલગથી ફાળવવામાં આવ્યા છે. આ નાણાનો ઉપયોગ દવાના સંશોધનથી લઇને લોકો સુધી તેને પહોંચતી કરવા માટે થઇ શકે છે.

ખાસ કરીને લોકોને જે સારવાર અપાઇ રહી છે તેમાં પણ પુરતી સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે તે માટે આ નાણાનો ઉપયોગ થશે. એવા અહેવાલો છે કે સરકારે આ માટે એક વિશેષ મિશન કોવિડ સુરક્ષા લોંચ કર્યું છે. આ મિશન કોરોનાની દવાના ટ્રાયલથી લઇને તેના ઉપયોગ અને વધુમાં વધુ અસરકારક બનાવવા પર ધ્યાન આપશે. બીજી તરફ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન બાદ હવે હરિયાણાના મુખ્ય પ્રધાનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હરિયાણા વિધાનસભાના સ્પીકર જ્ઞાાનચંદ ગુપ્તાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બન્નેને સારવાર અપાઇ રહી છે.