સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં છ માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનામાં 15 લોકોને ઈજા પહોંચી છે. સૂત્રોના જણાવ્યા મુજબ બિલ્ડિંગના કાટમાળમાં પાંચ લોકો ફસાયા હોવાની આશંકા છે. કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ છે. ઘટનાની માહિતી મળતાં જ ફાયર અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, બિલ્ડિંગનો કાટમાળ ખસેડવાની શરૂઆત કરવામાં આવી છે. બિલ્ડિંગમાં 15 જેટલા લોકો રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ બિલ્ડિંગ જર્જરીત હોવાનું પણ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY