ભારતના ગૃહ અને સહકારિતા પ્રધાન અમિતભાઇ શાહ શુક્રવારે રાત્રે ગુજરાતના બે દિવસના પ્રવાસે ગયા હતા. શનિવારે ૧૦૨મા આંતરરાષ્ટ્રીય સહકાર દિનની રાષ્ટ્રીય ઉજવણી નિમિત્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેનું ઉદ્‌ઘાટન અમિતભાઇએ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સહકાર રાજ્ય પ્રધાન જગદીશ વિશ્વકર્મા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ બેંકના ચેરમેન અજય પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત દેશની અગ્રણી સંસ્થાઓના ૨૦૦ પ્રતિનિધિઓ, રાજ્યના પાંચ હજાર આગેવાનો હાજર રહ્યા હતા. સહકારિતા મંત્રાલય દ્વારા ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં વન અમ્બ્રેલા કાર્યક્રમના મોડેલ પ્રોજેક્ટ નિહાળવા તેઓ જશે. અમિત શાહ બનાસકાંઠામાં મહિલા દૂધ ઉત્પાદકો માટેના શૂન્ય વ્યાજવાળા રૂપે ક્રેડિટ કાર્ડનો આરંભ કરાવશે. રવિવારે સવારે ૪ વાગે જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં સહભાગી થશે. સવારે ૧૦.૩૦ વાગે નારણપુરામાં એક આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા ૧૧ વાગે આંબાવાડી ખાતે અમીન પી.કે.જે.પી. વિદ્યાર્થી ભવનના ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે.

LEAVE A REPLY