ગ્રીન કાર્ડ
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓએ ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યૂના છેલ્લાં રાઉન્ડ દરમિયાન 60 વર્ષીય ભારતીય મહિલાની ધરપકડ કરી હતી. ૧૯૯૪થી યુએસમાં રહેતાં બબલજીત “બબલી” કૌરને તેમની પેન્ડિંગ ગ્રીન કાર્ડ અરજી માટે બાયોમેટ્રિક સ્કેન એપોઇન્ટમેન્ટ દરમિયાન ફેડરલ એજન્ટોએ અટકાયતમાં લીધા હતાં, એમ તેમની પુત્રી જોતીએ જણાવ્યું હતું.

કૌરની ગ્રીન કાર્ડ અરજી માન્ય કરાઈ હતી. તેમની એક પુત્રી અમેરિકન નાગરિક છે, જ્યારે તેમના પતિ પાસે ગ્રીનકાર્ડ છે. જોતીએ જણાવ્યું કે 1 ડિસેમ્બરના રોજ તેની માતા યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ઓફિસના ફ્રન્ટ ડેસ્ક પર હતાં ત્યારે કેટલાંક ફેડરલ એજન્ટો બિલ્ડિંગમાં પ્રવેશ્યા હતાં. એજન્ડોએ કૌરને રૂમમાં બોલાવ્યા હતા અને તેમની ધરપકડ કરી હતી. કૌરને તેના વકીલ સાથે ફોન પર વાત કરવાની મંજૂરી અપાઈ હતી, જોકે તેમને હજુ પણ અટકાયતમાં રખાયા છે.

ઘણા કલાકો સુધી પરિવારને જાણ પણ કરાઈ ન હતી કે કૌરને ક્યાં લઈ જવામાં આવ્યાં છે. તેમને પછીથી ખબર પડી કે તેમને રાતોરાત એડેલાન્ટોમાં ટ્રાન્સફર કરાયા હતાં, જ્યાં એક ભૂતપૂર્વ ફેડરલ જેલ છે જેનો ઉપયોગ હવે ICE અટકાયત કેન્દ્ર તરીકે થાય છે.

LEAVE A REPLY