. Haote Zhang/Handout via REUTERS

તાઈવાનમાં બુધવાર, 3 એપ્રિલની વહેલી સવારે 7.2ની તીવ્રતાના ભૂકંપથી ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા હતા અને આશરે 800 લોકો ઘાયલ થયા હતાં. આ ભૂકંપ છેલ્લાં 25 વર્ષનો સૌથી શક્તિશાળી હતી અને તેનાથી આશરે 50 લોકો ગુમ પણ થયા હતાં.

સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે હુઆલીનમાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં હોટલ તરફ જતી ચાર મિનિબસમાં સવાર 50 પ્રવાસીઓ  ગુમ થયા હતાં. તાઈપેઈ ટાઈમ્સના અહેવાલ મુજબ સવારે 8 વાગ્યા સુધીમાં 34 જેટલા આફ્ટરશોક્સ નોંધાયા હતા.

આ ભૂકંપને કારણે સ્વ-શાસિત ટાપુ તેમજ દક્ષિણ જાપાનના ભાગો માટે સુનામીની વોર્નિંગ આપવામાં આવી હતી. ફિલિપાઈન્સે પણ સુનામીની ચેતવણી જારી કરી હતી અને દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.

રાષ્ટ્રીય અગ્નિશમન એજન્સીના જણાવ્યા અનુસાર તાઈવાનમાં આવેલા પ્રચંડ ભૂકંપથી મૃત્યુઆંક સાત પર પહોંચી ગયો છે અને ઘાયલોની સંખ્યા વધીને 736 થઈ ગઈ છે. તમામ મૃત્યુ હુઆલીન કાઉન્ટીમાં થયા છે, જે તાઇવાનના પૂર્વી કિનારે આવેલા પર્વતીય પ્રદેશ છે જે ભૂકંપનું કેન્દ્ર હતું.

ભૂંકપનું કેન્દ્ર બિંદું તાઇવાનના પૂર્વ દરિયાકાંઠા પર આવેલા પર્વતીયાળ હુઆલીન કાઉન્ટી હતું અને અહીં મોટી જાનહાની થઈ હોવાની શક્યતા છે.

યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ)એ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 7.4 હતી, તેનું કેન્દ્રબિંદુ તાઈવાનના હુઆલીન શહેરથી 18 કિલોમીટર દક્ષિણમાં 34.8 કિલોમીટરની ઊંડાઈએ હતું, જાપાનની હવામાન એજન્સીએ તેની તીવ્રતા 7.7 દર્શાવી હતી.

તાઈપેઈના સિસ્મોલોજી સેન્ટરના ડિરેક્ટરે જણાવ્યું હતું કે તાઈવાનના પૂર્વમાં આવેલો આ ધરતીકંપ “25 વર્ષમાં સૌથી મોટો” હતો. અગાઉ સપ્ટેમ્બર 1999માં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેમાં આશરે 2,400 લોકોના મોત થયા હતા.

LEAVE A REPLY

five + eleven =