ભારતે કોરોના વાઈરસ અંગે આદેશ જાહેર કરી દીધા છે. બુધવારે જાહેર કરાયેલા આદેશ પ્રમાણે, 13 માર્ચની સાંજે 5.30 વાગ્યાથી 35 દિવસ માટે દુનિયાના કોઈ પણ દેશના દરેક વ્યક્તિના વિઝા રદ કરી દેવાયા છે. માત્ર ડિપ્લોમેટિક અને એમ્પોલયમેન્ટ વિઝાને છૂટ આપવામાં આવી છે. સરકારે સ્પષ્ટ રીતે કહ્યું છે કે જો ભારતીયોએ બિનજરૂરી વિદેશયાત્રા ન કરવી જોઈએ.

ભારતમાં રહેતા તમામ વિદેશીઓના વિઝા કાયદેસરના જ રહેશે. વાઈરસની મહામારી અંગે સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું કે, મેડિકલ પ્રોટોકોલ પ્રમાણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવામાં આવી રહ્યા છે.સ્વાસ્થ્ય મંત્રીએ ક્હ્યું કે વૈજ્ઞાનિક અને મેડિકલ પ્રોટોકોલ મુજબ વિદેશમાં ફસાયેલા ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવી રહ્યા છે. પહેલા આ લોકોના સેમ્પલને ભારતમાં લાવીને ટેસ્ટ કરાય છે પછી નેગેટિવ હોય તે લોકોને જ પરત લવાય છે. પરત આવેલા લોકોને પહેલા 14 દિવસ અલગ રાખવામાં આવે છે.

દરેક સાંસને વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓના માતા-પિતા પોતાના સંતાનોને પરત લાવવાની ભલામણ કરે છે, પરંતુ વ્યક્તિ કોઈપણ હોય તેને મેડિકલ પ્રોટોકોલ મુજબ જ પરત લવાઈ રહ્યા છે. ભારતમાં 51 લેબોરેટરી છે અને 56 સેમ્પલ કલેક્સન સેન્ટર છે. દરરોજ રાજ્યો પાસેથી હેલ્થ રિપોર્ટ મંગાવવામાં આવી રહ્યો છે. હેલ્પ લાઈન નંબરમાં વિદેશીઓના પણ ફોન આવી રહ્યા છે.