(ANI Photo)

તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અભિનેતા પ્રકાશ રાજને તિરુચી સ્થિત પ્રણવ જ્વેલર્સ સાથે સંકળાયેલા ₹100 કરોડના કથિત પોન્ઝી સ્કીમ કેસના સંબંધમાં તેમનું નિવેદન નોંધવા માટે સમન્સ પાઠવ્યું હતું.

પ્રકાશ રાજ અજય દેવગણની ફિલ્મ સિંઘમમાં વિલન જયકાંત શિક્રેની ભૂમિકા માટે તથા મોદી સરકાર અને હિન્દુ રાષ્ટ્રવાદ વિરુદ્ધમાં નિવેદનો કરવા માટે પણ જાણીતા છે. પોન્ઝી સ્કીમ કૌભાંડ કેસમાં EDએ તમિલનાડુના ત્રિચીના પ્રખ્યાત પ્રણવ જ્વેલર્સ પર દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે અભિનેતા પ્રકાશ રાજ પ્રખ્યાત પ્રણવ જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર છે. દરોડા બાદ તપાસ એજન્સીએ હવે પ્રકાશ રાજને પણ નોટિસ મોકલી હતી

તમિલનાડુના ત્રિચીના પ્રખ્યાત પ્રણવ જ્વેલર્સમાં PMLA હેઠળ કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન ઘણા શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા જેમાં લગભગ 23 લાખ 70 હજાર રૂપિયાની સંદિગ્ધ લેવડદેવડની માહિતી મળી હતી. એટલું જ નહીં EDએ સર્ચ દરમિયાન 11 કિલો 60 ગ્રામના સોનાના દાગીના પણ જપ્ત કર્યા હતા. પ્રણવ જ્વેલર્સના લોકોએ ગોલ્ડ સ્કીમ દ્વારા જનતા પાસેથી એકત્ર કરાયેલા 100 કરોડ રૂપિયાનું રોકાણ અનેક શેલ કંપનીઓ દ્વારા કર્યું હતું. ED અનુસાર, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પ્રણવ જ્વેલર્સ અને તેની સાથે સંકળાયેલા લોકોએ છેતરપિંડીથી મેળવેલા નાણાંને અન્ય શેલ કંપનીમાં ડાયવર્ટ કરી દીધા હતાં.

 

 

LEAVE A REPLY