(ANI Photo)
રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલ 1 ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે. સલમાન ખાનની નવી ફિલ્મ ટાઈગર થ્રી સામે એનિમલનું પ્રમોશન જોઇએ તેવું થયું નથી. પરંતુ રિલીઝની સાથે જ ફિલ્મને સફળતા અપાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
ભારતભરમાં સૌથી વધુ સ્ક્રિન મેળવવાની કવાયત ચાલી રહી છે ત્યારે અમેરિકામાં 888 સ્ક્રિન પર ફિલ્મની રિલીઝ કરવાના પ્રયાસ સફળ થયા છે. સંદીપ વાંગા રેડ્ડીના દિગ્દર્શનમાં બનેલી ‘એનિમલ’મં રણબીર કપૂરની સાથે અનિલ કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ અને તૃપ્તિ ડીમરી જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે. અમેરિકામાં ઈન્ડિયન ફિલ્મો રિલીઝ થતી હોય છે, પરંતુ આટલા બધા સ્ક્રિન્સ પ્રથમવાર કોઈ ફિલ્મને મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જવાનને ભારતમાં 4000 સ્ક્રિન્સ પર રજૂ કરાઈ હતી અને થીયેટર સ્ક્રિન્સ વધારે હોવાથી જ તેનું કલેક્શન વધારે રહ્યું હતું. હવે રણબીરની ફિલ્મે વિદેશમાં 888 સ્ક્રિન્સ મેળવ્યા છે ત્યારે તેનું વર્લ્ડવાઈડ કલેક્શન કેટલું રહે છે તેના પર સૌની નજર છે. આ ઉપરાંત ભારતમાં કેટલા સ્ક્રીન પર તેને રિલીઝ કરવામાં આવે છે તેના પર પણ ફિલ્મ સમીક્ષકોની નજર છે.

LEAVE A REPLY