યુકેની સંસદમાં રજૂ કરાયેલા બિલોની ચકાસણી કરતી હાઉસ ઓફ લોર્ડ્સની ક્રોસ-પાર્ટી હાઉસ ઓફ લોર્ડ્સ સેકન્ડરી લેજિસ્લેશન સ્ક્રુટિની કમિટીએ યુકેની વિસ્તૃત સલામત દેશોની યાદીમાં ભારતને ઉમેરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશતા ભારતીયોને આશ્રય મેળવવાથી બાકાત રાખી શકાશે.
આ કમિટીએ ડ્રાફ્ટ નેશનલિટી, ઇમિગ્રેશન એન્ડ એસાયલમ એક્ટ 2002 (સેફ સ્ટેટ્સની યાદીમાં સુધારો) રેગ્યુલેશન્સ 2024 પર વિચારણા કરી હતી અને શુક્રવારે બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં આનો સામનો કરવાના હેતુથી નીતિ પર મુખ્ય માહિતીના અભાવ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. ભૂતપૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને આ મહિનાની શરૂઆતમાં હાઉસ ઓફ કોમન્સમાં ડ્રાફ્ટ રેગ્યુલેશન્સ રજૂ કર્યા પછી ભારત અને જ્યોર્જિયાને સલામત દેશોની યાદીમાં ઉમેરવા માટે પ્રશ્ન ઉભો થયો હતો.
આ ડ્રાફ્ટને કાયદો બનાવવા બંને ગૃહોની સંમતિની જરૂર પડશે, તેથી “અપવાદરૂપ સંજોગો” સિવાય ભારત અથવા જ્યોર્જિયાના નાગરિક દ્વારા કરવામાં આવેલ કોઈ પણ એસાયલમ અથવા માનવ અધિકારના દાવાને અસ્વીકાર્ય જાહેર કરવામાં આવશે.