ફાઇલ ફોટો Action Images via Reuters/Andrew Boyers

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટેની ટીમની જાહેરાત સોમવારે કરી હતી. 25 જાન્યુઆરીથી શરૂ થનારી આ ટેસ્ટ શ્રેણી માટે 16 સભ્યોની ટીમનું સુકાનીપદ બેન સ્ટોક્સને સોંપાયું છે. ઓલી પોપ ઉપસુકાની રહેશે.

ઓલરાઉન્ડર સેમ કરન અને વિકેટ કીપર જોસ બટલરનો સમાવેશ નથી કરાયો. ટીમમાં ત્રણ સ્પિનર્સનો સમાવેશ કરાયો છે. ટીમ આ મુજબ છેઃ બેન સ્ટોક્સ (કેપ્ટન), ઓલી પોપ (વાઈસ કેપ્ટન), રેહાન અહેમદ, જેમ્સ એન્ડરસન, ગસ એટકિન્સન, જોની બેરસ્ટો (વિકેટકીપર), શોએબ બશીર, હેરી બ્રુક, જેક ક્રોલી, બેન ડકેટ, બેન ફોક્સ (વિકેટકીપર) ), ટોમ હાર્ટલે, જેક લીચ, ઓલી રોબિન્સન, જો રૂટ અને માર્ક વુડ.

શ્રેણીની પ્રથમ ટેસ્ટ 25મી જાન્યુઆરીથી હૈદરાબાદમાં, બીજી ટેસ્ટ 2 ફેબ્રુઆરીથી વિઝાગમાં, ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં, ચોથી ટેસ્ટ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં અને છેલ્લી ટેસ્ટ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments