માનવ તસ્કરી અથવા કબૂતબાજીની આશંકાને કારણે 303 ભારતીય મુસાફરો સાથે ફ્રાન્સમાં ચાર દિવસ સુધી ડિટેઇન કરાયેલી ચાર્ટર ફ્લાઇટનું મંગળવાર, 26 ડિસેમ્બરે વહેલી સવારે મુંબઈ ઉતરાણ થયું હતું. ફ્રાન્સના સત્તાવાળાએ એરબસ એ-340ને ફ્રાન્સ છોડવાની પરવાનગી આપ્યા પછી તે ભારત આવવા માટે રવાના થયું હતું. વિમાને પેરિસ નજીકના વેટ્રી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.
મુંબઈ ઉતરેલા આ વિમાનમાં કુલ 276 પેસેન્જર હતા. ફ્રેન્ચ સત્તાવાળાઓએ પુષ્ટિ કરી હતી કે ફ્લાઇટમાં 276 મુસાફરો સવાર થયા હતા, જ્યારે પાંચ સગીર સહિત 27 વ્યક્તિઓ રાજકીય આશ્રય મેળવવા માટે ફ્રાન્સમાં રહ્યાં હતા. ભારતના આ 300 નાગરિકોમાંથી 96 ગુજરાતી હોવાનું માનવામાં આવે છે.
શુક્રવારે વેટ્રી એરપોર્ટ પર ઉતર્યા પછી જાણવા મળ્યું કે 303 મુસાફરોમાં 11 સગીર વયના હતા અને તેમની સાથે તેમના માતાપિતા કે વાલી ન હતાં. ફસાયેલા મુસાફરોને ચાર દિવસની અગ્નિપરીક્ષા દરમિયાન વેટ્રી એરપોર્ટના હોલમાં કામચલાઉ પથારી, શૌચાલય અને ફુવારાઓ અને ભોજન, ગરમ પીણાંની સુવિધા આપવામાં આવી હતી.
માનવ તસ્કરીની આશંકાને આધારે આશરે ચાર દિવસ પહેલા ફ્રાન્સમાં 303 ભારતીય મુસાફરો સાથે ડિટેઇન કરાયેલા ચાર્ટર પ્લેનને ફ્રાન્સના ન્યાયાધીશે દેશ છોડવાની પરવાનગી આપી હતી. આ પછી આ વિમાને મુંબઈ આવવા માટે ઉડાન ભરી હોવાનું માનવામાં આવે છે. બે દિવસ સુધી મુસાફરોની પૂછપરછ કર્યા પછી એરબસ A340ને ફ્રાન્સ છોડવાની મંજૂરી આપી હતી. આ વિમાનના ગુજરાતના 96 લોકો હોવાનું પણ માનવામાં આવે છે.
અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી સાથે ભારતના 303 નાગરિકોને દુબઈથી નિકારગુઆની ચાર્ટર ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યાં હતા. જોકે આ વિમાનને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ટેકનિકલ સ્ટોપઓવર લીધો હતો અને તેને માનવ તસ્કરીની આશંકાને આધારે ડિટેઇન કરાયું હતું. ચાર દિવસ પછી ફ્રાન્સના ન્યાયાધીશે વિમાનને ભારત માટેની ઉડાન ભરવાની પરવાનગી આપી હતી.
ફ્રાન્સમાં તમામ મુસાફરોને અટકાયત હેઠળ રાખવામાં આવ્યાં હતા. મુસાફરોને એરપોર્ટના વેઇટિંગ એરિયામાં રાખવા કે નહીં તેની જજ રવિવારે સુનાવણી કરી હતી. પેરિસથી 150 કિમી દૂર આવેલા વેટ્રી એરપોર્ટને કોર્ટરૂમ બનાવવામાં આવ્યો હતો. ભારતીય દૂતાવાસે વેર્ટી એરપોર્ટ પરના ભારતીયોના મુદ્દે ફ્રાન્સ સરકારનો સંપર્ક કર્યો હતો અને આ મામલાના ઝડપી ઉકેલ માટે પ્રયાસ કર્યાં હતા. એમ્બેસીના કોન્સ્યુલર સ્ટાફને એરપોર્ટ પર તૈનાત કરાયા હતા.
માર્ને પ્રીફેક્ટની ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇમર્જન્સી સર્વિસે વેટ્રી એરપોર્ટ પર ફસાયેલા 303 મુસાફરો માટે કામચલાઉ બેડ, શૌચાલય, શાવર અને ભોજનની સુવિધા આપી હતી. ગ્રાઉન્ડેડ એરબસ A340 લિજેન્ડ એરલાઇન્સ નામની રોમાનિયન ચાર્ટર કંપનીની છે.
પૂર્વી ફ્રાન્સમાં વેટ્રી પેરિસથી લગભગ 150 કિમી દૂર આવેલું છે અને એરપોર્ટ મોટે ભાગે બજેટ એરલાઇન્સને સેવા આપે છે. ગ્રાઉન્ડેડ એરબસ A340 લિજેન્ડ એરલાઇન્સ નામની રોમાનિયન ચાર્ટર કંપનીની હતું.