REUTERS/Amit Dave/File Photo

ચીની સ્માર્ટફોન કંપની વિવો મોબાઇલ ઇન્ડિયાએ 2014માં તેની સ્થાપના પછી વસ્તુઓના વેચાણના બહાને આશરે રૂ.70,000 કરોડ ભારતની બહાર મોકલ્યા હોવાનો તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ચાર્જશીટમાં ખુલાસો થયો હતો. બીજી તરફ ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સ્માર્ટફોન કંપની વીવોના બે ચીની કર્મચારીઓને ચીન કોન્સ્યુલર સુરક્ષા અને સહાય પૂરી પાડશે અને ભારતને ચીની કંપનીઓ સાથે ભેદભાવ ન કરવો જોઇએ.

મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની કોર્ટે મંગળવારે વિવો ઇન્ડિયાના વચગાળાના સીઇઓ અને અન્ય બે ટોચના એક્ઝિક્યુટિવ્સની ઇડી કસ્ટડી બે દિવસ લંબાવી હતી. ત્રણ આરોપીઓ વીવો ઈન્ડિયાના વચગાળાના સીઈઓ હોંગ ઝુક્વાન, વિવોના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (સીએફઓ) હરિન્દર દહિયા અને સલાહકાર હેમંત મુંજાલને હવે 28 ડિસેમ્બરે કોર્ટમાં રજૂ  કરાશે. ત્રણ દિવસની ઇડી કસ્ટડીની મુદત પૂરી થતાં આરોપીઓને પટિયાલા હાઉસ કોર્ટના વિશેષ ન્યાયાધીશ કિરણ ગુપ્તા સમક્ષ રજૂ કરાયા હતા.

ઇડીની ચાર્જશીટ મુજબ વિવો મોબાઇલ ઇન્ડિયાએ 2014માં તેની સ્થાપના પછીથી આશરે રૂ.7.16 કરોડની આવક કરી હતી અને તેમાંથી આશરે રૂ.7.08 કરોડ ભારતની બહાર મોકલ્યા હતા. વિવો ઈન્ડિયાએ હોંગકોંગ, સમોઆ અને બ્રિટિશ વર્જિન ટાપુઓ સ્થિત એકમોમાંથી આયાત કરી હતી. આ વિદેશી કંપનીઓને વિવોએ ‘ટ્રેડિંગ કંપનીઓ’ તરીકે ગણાવી હતી. આમાંની ઘણી વિદેશી કંપનીઓ વીવો ચાઇનાની માલિકી અથવા નિયંત્રિત હેઠળ હોવાનું બહાર આવ્યું છે. તેનાથી પુરવાર થાય છે કે વિવો ઇન્ડિયાએ તેની ચીની માલિક કંપની વિવો ચાઇનાને વિદેશી ચલણમાં કરોડો રૂપિયા મોકલ્યાં હતા.

લાવા ઈન્ટરનેશનલના મેનેજિંગ ડાયરેક્ટર હરિ ઓમ રાયની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં EDએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે રાયની સક્રિય સહાયતા સાથે વિવો ચાઈનાએ ભારતીય કંપની લેબક્વેસ્ટ એન્જિનિયરિંગનો ઉપયોગ કર્યો હતો તથા ભારતમાં કંપનીઓનું એક નેટવર્ક ઊભું કર્યું હતું તથા ભારતના કાયદામાં મંજૂરી નથી તેવી બિઝનેસ પ્રવૃત્તિઓ કરી હતી. વિવો ચાઇના ભારત ખાતેની તેની પેટાકંપની વિવા ઇન્ડિયા મારફત વિવો મોબાઇલના તમામ બિઝનેસ અને કામકાજ પર અંકુશ ધરાવતી હતી. ઇન્ડિયા ઇન્ડિયા 23 કંપનીઓ પર અંકુશ ધરાવતી હતી. આ તમામ કંપનીઓનું નિયંત્રિત અને સંચાલિત ચીની મેનેજમેન્ટ પાસે હતું.

EDએ જણાવ્યું હતું કે વિવો ચાઇનાએ રાય, રાજન મલિક અને નીતિન ગર્ગ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)ની મદદથી આ તમામ 23 કંપનીઓની સ્થાપના ભારતમાં કરી હતી અને આ કંપનીઓ વિવો ફોન અને એસેસરીઝના એકમાત્ર વિતરક હતી.

LEAVE A REPLY