તોડફોડ
(istockphoto)

ગુજરાતમાં છેલ્લાં એક સપ્તાહથી પડી રહેલા ભારે કમોમસી વરસાદને પગલે લાખો ભાવિકોની આસ્થા સમા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષેને મોકૂફ રાખવાનો વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ ગુરુવાર, 31 ઓક્ટોબરે નિર્ણય કર્યો હતો. ભારે કમોસમી વરસાદના કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ સંપૂર્ણપણે કાદવ કીચડ વાળો બન્યો છે અને તેનાથી યાત્રાળુ માટે જોખમ ઊભું થયું છે.

આ વર્ષે સાધુ-સંતો સાથે માત્ર પહેલી નવેમ્બરથી પ્રતીકાત્મક યાત્રા કરશે. પહેલી તારીખે મુહૂર્ત કર્યા બાદ બીજી નવેમ્બર ગિરનારના સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા કરશે, જેથી પરંપરાનો લોપ ન થાય. આ પ્રતિકાત્મક પરિક્રમામાં માત્ર સાધુ-સંતો જ જોડાશે અને સામાન્ય શ્રદ્ધાળુઓનો આ રૂટ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદના કારણે પરિક્રમાનો સમગ્ર માર્ગ ખરાબ રીતે ધોવાઈ ગયો છે અને અનેક જગ્યાએ રસ્તો બિસ્માર બની ગયો છે. આ રૂટ પર પગપાળા ચાલવું અત્યંત જોખમી બની શકે તેમ હોવાથી, જ્યાં સુધી વરસાદની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી પરિક્રમા સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે.

સામાન્ય રીતે ગિરનાર લીલી પરિક્રમા હિંદુ પંચાગ મુજબ દર વર્ષે કારતક સુદ અગિયારસ (પહેલી નવેમ્બર) પુનમ સુધી થાય છે. 5 દિવસની લીલી પરિક્રમ કરવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. આ પરિક્રમા ગિરનાર પર્વતની ફરતે જંગલમાંથી પસાર થઇ કરવામાં આવે છે. ગિરનાર લીલી પરિક્રમા 36 કિમી હોય છે, જે ચાલીને થાય છે.

LEAVE A REPLY