પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સાઉથ કોરિયામાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના વડા શી જિનપિંગ વચ્ચેની બેઠક પછી આ બંને આર્થિક મહાસત્તા વચ્ચેના વેપાર તણાવમાં વધુને વધુ ઘડાડાના સંકેત મળી રહ્યાં છે. ચીને અમેરિકાથી કૃષિ પેદાશો સહિતના તમામ આયાત પર વળતા પગલાં તરીકે લાદવામાં આવેલી 24 ટકા ટેરિફને એક વર્ષ માટે સ્થગિત કરી હતી. જોકે સોયાબીનની આયાત પરની 13 ટકા ટેરિફ જાળવી રાખી છે.

ચીની કેબિનેટને ટાંકીને એજન્સીના અહેવાલમાં જણાવાયું હતું કે સરકાર અમેરિકાથી આયાત કરાયેલા તમામ માલ પર એક વર્ષ માટે તેના વધારાના 24% ટેરિફને દૂર કરશે. ચીને આ વધારાની ડ્યૂટી એપ્રિલ 2025માં લાદી હતી.
ચીનના ટેરિફ કમિશને જાહેરાત કરી હતી કે દેશ 10 નવેમ્બર 2025થી અમેરિકાના કૃષિ માલ પરની 15% આયાત જકાત દૂર કરશે. જોકે કમિશનને સ્પષ્ટતા કરી હતી કે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પારસ્પરિક ટેરિફના વળતા પગલાં તરીકે લાદવામાં આવેલી અમેરિકાના તમામ માલ પરની 10 ટકા ડ્યૂટી જાળવી રાખવામાં આવશે.

નવા વેપાર કરારના ભાગ રૂપે ચીને અમેરિકાથી સોયાબીનની તમામ આયાત પર 13% ટેરિફ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે અને રાષ્ટ્ર હવે વિશ્વ બજારમાં આ કોમોડિટી માટે વૈકલ્પિક સ્ત્રોતો પર નજર દોડાવાશે.

બેઇજિંગ સ્થિત ટ્રિવિયમ ચાઇનાના ડિરેક્ટર ઇવન રોજર્સ પેએ જણાવ્યું હતું કે એકંદરે આ એક શ્રેષ્ઠ સંકેત છે કે બંને પક્ષો સોદાને અમલમાં મૂકવા માટે ઝડપી પ્રગતિ કરી રહ્યા છે.

તાજેતરમાં સાઉથ આફ્રિકામાં જિનપિંગ સાથેની બેઠક પછી ટ્રમ્પે ફેન્ટાનાઇલ સંબંધિત ટેરિફને 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવાની જાહેરાત કરી હતી. નવા ટેરિફ દરો 10 નવેમ્બર 2025થી અમલમાં આવશે. વ્હાઇટ હાઉસે પણ જાહેરાત કરી હતી કે ચીન 2025ના છેલ્લા બે મહિનામાં ઓછામાં ઓછા 1.2 કરોડ મેટ્રિક ટન અને આગામી ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા 2.5 કરોડ ટન સોયાબીનની ખરીદી કરશે. જોકે ચીને હજુ સુધી આ આંકડાઓની પુષ્ટિ કરી નથી.

LEAVE A REPLY