રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે એક વ્યવસ્થાતંત્રની સ્થાપનાની જોગવાઈ કરતાં બિલને તેમની સંમતિ આપી હતી.
આ બિલમાં સીઈસી અને અન્ય ઈસીની નિમણૂક માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે વડા પ્રધાન, વિપક્ષના નેતા અને કેન્દ્રીય પ્રધાનની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિની જોગવાઈઓ છે. રાષ્ટ્રપતિએ પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ પીરિયોડિકલ બિલને પણ મંજૂરી આપી હતી.
આ બિલ પબ્લિશિંગ ઇન્ડસ્ટ્રીઝ સંબંધિત બ્રિટિશ યુગના કાયદાનું સ્થાન લેશે અને સામયિકોની નોંધણીની પ્રક્રિયાને સરળ બનાશે. રાજ્યસભાએ 3 ઓગસ્ટે બિલ મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિએ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સેકન્ડ એમેન્ડમેન્ટ) બિલ, 2023 અને પ્રોવિઝનલ કલેક્શન ઓફ ટેક્સિસ બિલ, 2023ને પણ મંજૂરી આપી હતી.