વજીમામાં ભૂકંપના કારણે ધરાશાયી થયેલી ઇમારત this photo released by Kyodo. Mandatory credit Kyodo via REUTERS

જાપાનમાં પહેલી જાન્યુઆરીએ નવા વર્ષના પ્રથમ દિવસે 155 ભૂકંપના આંચકા આવતા ભારે તબાહી સર્જાઈ હતી અને ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા. સોમવારે 7.5ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપને પગલે સુનામી વોર્નિંગ જારી કરાઈ હતી, પરંતુ બીજા દિવસે તેને પાછી ખેંચી લેવામાં આવી હતી.

જાપાનના ઉત્તર-પશ્ચિમ કિનારે નોટો પેનિન્સુલા પર આવેલા શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘણી ઇમારતો ધરાશાયી થઈ હતી અને ઘણી ઇમારતોમાં આગ ફાટી નીકળી હતી.

જાપાનની હવામાન કચેરીએ જણાવ્યું હતું કે સોમવારથી અત્યાર સુધીમાં 155 ભૂકંપના આંચકો આવ્યો હતા. જેમાં 7.6ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો અને અન્ય આંચકા 6ની તીવ્રતા સુધીના હતા. મોટાભાગના ભૂકંપની તીવ્રતા 3થી વધુ હતી. મંગળવારે પણ છ જોરદાર આંચકા આવ્યા હતા.

અગાઉ હવાઈ ​​સ્થિત પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે, ભૂકંપના કેન્દ્રબિંદથી જાપાનના દરિયાકાંઠાના વિસ્તારમાં 300 કિમી (190 માઇલ) સુધી સુનામીના જોખમી મોજાની શક્યતા છે. ઇશિકાવા પ્રીફેક્ચરમાં વાજિમા શહેરમાં 1.2 મીટરની સુનામીને આવી હતી. તે જ પ્રદેશમાં નોટોમાં પાંચ મીટરની સુનામી આવવાની ધારણા હતી
નોટો રિજનમાં એકપછી એક ઝડપથી ભૂકંપના આંચકા આવ્યા હતા. સ્થાનિક સમય મુજબ 4.06 કલાકે 5.7નો ભૂકંપ આવ્યો હતો. આ પછી 7.6, 6.1, અને 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું કે તરત જ 6.2ની તીવ્રતા સાથેનો બીજો ભૂકંપ આવ્યો.

LEAVE A REPLY

13 − 3 =