200 બાળકોની બનાવટી ઓળખ ઉભી કરીને જાહેર નાણાં ખિસ્સામાં નાંખનાર બેનિફિટ્સ ફ્રોડસ્ટર અલી બાના મોહમ્મદને £2 મિલિયન પાછા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો તે રોકડ પરત કરવામાં નિષ્ફળ જશે તો તેને નવ વર્ષની સજાનો સામનો કરવો પડશે. આ માટે તેની પાસે ત્રણ મહિનાનો સમય બાકી છે.

માન્ચેસ્ટરના હુલ્મેના મોહમ્મદને 2022 માં ઓછામાં ઓછા £1.7 મિલિયનની રકમની છેતરપીંડી માટે એક દાયકા-લાંબા કૌભાંડના માસ્ટરમાઇન્ડિંગ માટે જેલમાં મોકલવામાં આવ્યો હતો. તેણે 188 બાળકોના બનાવટી જન્મ પ્રમાણપત્રો સાથે પુખ્ત વયના લોકોની ચોરી કરેલી ઓળખનો ઉપયોગ કરીને લગભગ 70 જુદા જુદા નામો હેઠળ બોગસ દાવાઓ સબમિટ કર્યા હતા. તે દાવાઓમાં રજૂઆત કરવામાં આવી હતી કે જે તે પુખ્ત વ્યક્તિ બાળકોની સંભાળ રાખે છે અને તે ચાઇલ્ડ બેનીફીટ અને ટેક્સ ક્રેડિટ માટે હકદાર છે.

સમાન બે ટેલિફોન નંબરો પરથી વારંવાર અસંબંધિત દાવાઓના સંબંધમાં કૉલ્સ કરાતા હોવાનું જાણવા મળતા આ કૌભાંડ બહાર આવ્યું હતું.  DWPની તપાસમાં મોહમ્મદ અને અન્ય છ લોકો છેતરપિંડી પાછળ હોવાનું બહાર આવ્યું હતું.

માન્ચેસ્ટરમાં ફાસ્ટ-ફૂડની દુકાન અને કેફે સહિતની ચાર પ્રોપર્ટીની લિંક્સ તેમજ ગેરકાયદેસર બેંક ટ્રાન્સફર અને ઉપાડવામાં આવેલ £500,000ની લિંક પણ મળી હતી. મોહમ્મદે 29 છેતરપિંડીના ગુના સ્વીકાર્યા હતા અને 2022 માં તેને સાડા ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જો તે ડ્રગ્સ અને ઇમિગ્રેશન ગુનાઓ માટે 16 વર્ષની સજા ભોગવી રહ્યો ન હોત તો તેની સજા લાંબો સમય ચાલી હોત.

2022માં, છ છેતરપિંડી કરનારાઓને કુલ 13 વર્ષથી વધુની જેલની સજા થઈ હતી. આ મહિને, 22 ડિસેમ્બરે, લિવરપૂલ ક્રાઉન કોર્ટે તેને જપ્તીની સુનાવણીમાં £2,164,828.30 ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

LEAVE A REPLY