(ANI Photo)

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા ઈમરાન ખાનને વધુ એક ફટકો પડ્યો છે. ઇસ્લામાબાદની  ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે મંગળવારે તોશાખાના ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન અને તેમની પત્નીને દોષિત ઠેરવ્યા હતાં. ઈસ્લામાબાદ સ્થિત એકાઉન્ટિબિલિટી કોર્ટના જજ મુહમ્મદ બશીરે અદિયાલા જેલમાં સુનાવણી હાથ ધરી હતી.

કોર્ટમાં આરોપો વાંચવામાં આવ્યા ત્યારે ઇમરાન ખાન અને બુશરા બીબી હાજર હતાં. તેઓએ દોષિત ન હોવાની દલીલ કરી હતી. આ કેસ કેસ મુજબ 71 વર્ષીય ભૂતપૂર્વ વડાપ્રધાન અને તેમની પત્નીને વિવિધ રાષ્ટ્રના વડાઓ તરફથી 108 ભેટો મળી હતી, જેમાંથી તેમણે સરકારને ઓછી કીંમત ચુકવીને મોંધીદાટ 58 ભેટો રાખી લીધી અને તોશાખાનામાં જમા કરાવી ન હતી.

તોશાખાના સંબંધિત નિયમો મુજબ સરકારી અધિકારીઓ કિંમત ચૂકવીને ભેટો રાખી શકે છે, પરંતુ પ્રથમ ભેટ જમા કરાવવી જોઈએ.

આ કેસ અન્ય તોશાખાના કેસ કરતા અલગ છે જેમાં ઇમરાન ખાનને પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને આ કેસમાં પણ ભેટોના વેચાણમાંથી મળેલી રકમ છુપાવવા બદલ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

કોર્ટે રૂ.60 અબજના કથિત ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં પણ સુનાવણી હાથ ધરી હતી. આ કેસમાં પણ તેમની સામે ચુકાદો હતો, પરંતુ બુશરા બીબીને કેસની નકલ મળી ન હતી. કોર્ટે અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી. જોકે, તેની પત્નીએ આ કેસમાં ધરપકડ પૂર્વે જામીન મેળવી લીધા છે.

બીજી તરફ સાઇફર કેસમાં રીલીઝ વોરંટ જારી થયા પછી તરત જ જેલમાં બંધ ઇમરાન ખાનની પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટર પરના હુમલા સાથે સંબંધિત કેસમાં મંગળવારે ધરપકડ કરાઈ હતી. રાવલપિંડીની એક આતંકવાદ વિરોધી અદાલત (એટીસી)એ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સ્થાપકને સમન્સ પાઠવ્યું હતું. આ આતંકવાદ વિરોધી અદાલત 9 મેના રમખાણો સાથે જોડાયેલા ઓછામાં ઓછા 12 કેસોની સુનાવણી હાથ ધરી હતી. સુરક્ષાના કારણોસર ઇમરાનને કોર્ટમાં હાજર કરાયા ન હતા, પરંતુ તેમણે વીડિયો કોન્ફરન્સ મારફત હાજર આપી હતી.

LEAVE A REPLY