ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં બુધવાર, 10 જાન્યુઆરીએ યુકેના મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયા અને યુએન બાબતોના રાજ્ય પ્રધાન લોર્ડ તારિક અહેમદે સંબોધન કર્યું હતું. (ANI Photo)

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં બુધવાર, 10 જાન્યુઆરીએ સંબોધન કરતાં યુકેના મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયા અને યુએન બાબતોના રાજ્ય પ્રધાન લોર્ડ તારિક અહેમદે  જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુકે અને ભારત વચ્ચેના સંબંધો માટે સેતુરૂપ બન્યાં છે. તેમણે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે આપેલી શુભકામના પણ વડાપ્રધાન મોદીને પાઠવી હતી.

તેમણે જણાવ્યું હતું કે “PM મોદી, તમે યુનાઇટેડ કિંગડમ અને ભારત વચ્ચેના જીવંત સેતુની ભૂમિકા બનાવી છે. હું ભારતના જમાઈ, મારા વડાપ્રધાન ઋષિ સુનક તરફથી શુભેચ્છાઓ આપવા માંગુ છું. આ સમિટ ખરેખર દરેક અર્થમાં વૈશ્વિક રોકાણકારોને કેવી રીતે આકર્ષિત કરવા તે અંગેની એક માસ્ટર ક્લાસ તરીકે ઊભરી છે. આપણા રાષ્ટ્રો ભૌગોલિક રીતે હજારો માઈલથી દૂર છે, પરંતુ તે વિશાળ અંતર આપણા લોકો વચ્ચેની હૂંફ, તે જીવંત પુલ અને આપણા બે રાષ્ટ્રો વચ્ચાની ઘણી સમાનતાથી દૂર થાય છે.”

લોર્ડ તારિક અહમદ સંઘર્ષમાં જાતીય હિંસા અટકાવવા અંગેના વડાપ્રધાનના વિશેષ પ્રતિનિધિ છે. તેમણે જણાવ્યું હતું કે બંને દેશોએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વચ્ચે ગાઢ સહયોગ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. અમે અમારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વચ્ચે ગાઢ સહયોગને સક્ષમ કરવા માટે હમણાં જ એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. અમે ક્રિયેટિવ ઇકોનોમી, કલાકારોને પ્રોત્સાહન અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપવાના ક્ષેત્રોમાં વધુ આગળ વધવા માંગીએ છીએ.

તેમણે જણાવ્યું હતું કે બિઝનેસની કડીઓ સતત વધતી રહેશે તથા નોકરીઓ અને સમૃદ્ધિનું સર્જન કરશે. અહીં અમદાવાદથી સ્કોટલેન્ડમાં એબરડીન સુધી આપણા જૂની મિત્રતા નવી ભાગીદારીમાં વિકસી રહી છે.

 

LEAVE A REPLY

4 × two =